Narmada Rehabilitaion Dept.
[../script.asp]

ÜëÞÞíÝ ÜðAÝ Ü_hëílí

 


 lí ÞßõLÄ ÜùØí ÜëÞÞíÝ ÜðAÝ Ü_hëí ÃðÉßëÖ ßëFÝ
 

 

ÜëÞÞíÝ Ü_hëílí


Hon'ble Minister Shri Nitinbhai Patel

lí ÞíìÖÞÛë³ ÕËõá
Éâ ç_ÕìÖ (ÀSÕçß ìäÛëÃ
 ìçäëÝ), ÕëHëí ÕðßäÌë, åèõßí ìäÀëç ±Þõ åèõßí Ãòè ìÞÜëóHë,
ÃðÉßëÖ ßëFÝ
 

 

Shri M.S.Dagur Secretary

શ્રી એમ.એસ.ડાગુર
(આઈ.એ.એસ),
સચિવશ્રી

૧. નર્મદા પુન: વસવાટ પ્રભાગ
સરદાર સરોવર પરિયોજનાના અસરગ્રસ્ત કુટુંબોના પુન:વસન અને પુન:સ્થાપનની કામગીરી ગુજરાતમાં અસરકારક રીતે થાય અને આવા કુટુંબોના પ્રશ્નો પ્રત્યે વિશેષ ધ્યાન આપી શકાય તે હેતુથી નર્મદા, જળ સંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભગમાં નર્મદા પુન: વસવાટ પ્રભાગની રચના કરવામાં આવેલ છે. આ પ્રભાગ નર્મદા પુન: વસવાટ અને જમીન સંપાદનને લગતી તમામ પ્રકારની સરકારશ્રી કક્ષાએથી કરવાની થતી બાબતો સંભાળી રહેલ છે. વિભાગ હસ્તક અધિક કલેકટર(નર્મદા) અમદાવાદ અને અધિક કલેકટર(નર્મદા) વડોદરા આવેલી છે.
નર્મદા પુન: વસવાટ પ્રભાગમાં શ્રી એમ.એસ.ડાગુર (આઇ.એ.એસ.) સચિવશ્રી તરીકે ફરજો નિભાવી રહ્યા છે.

૨. નર્મદા નહેર શાખા-પ્રશાખા માટે જમીન સંપાદન.
જાહેર હેતુઓ માટે જમીન સંપાદનની કર્યવાહી સરકારશ્રી કક્ષાએ સામાન્ય રીતે મહેસુલ વિભાગ હસ્તક હોય છે પરંતુ સરદાર સરોવર પરિયોજના અને નર્મદા નહેરની કામગીરી સરળતાથી સ્વતંત્ર રીતે હાથ ધરી શકાય તે હેતુથી નર્મદા નહેર અને શાખા-પ્રશાખાની જમીન સંપાદનની કામગીરી નર્મદા, જળ સંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભગમાં નર્મદા પુન: વસવાટ પ્રભાગમાં સંભાળવામાં આવે છે. જમીન સંપાદનની કામગીરી માટે નર્મદા પુન: વસવાટ પ્રભાગના નિયંત્રણમાં વડોદરા અને અમદાવાદ એમ બે જગ્યાએ અધિક કલેક્ટર (નર્મદા)ની કચેરીઓ આવેલી છે. તેઓ નર્મદા મુખ્ય નહેર શાખા-પ્રશાખાની જમીન સંપાદનની કામગીરી કરનાર નાયબ કલેક્ટર કચેરીની કામગીરી ઉપર દેખરેખ રાખે છે. વિભાગ હસ્તક હાલમાં જુદા જુદા જિલ્લાઓમાં કુલ ૧૭ એકમો કાર્યરત છે.

૩. નર્મદા અસરગ્રસ્તોના પ્રશ્નોના નિરાકરણ માટે ફરિયાદ નિવારણ પ્રાધિકરણ
સરદાર સરોવર બંધના કારણે અસરગ્રસ્ત બનેલ અને ગુજરાતમાં વસવાટ કરતા કુટુંબોના પ્રશ્નોના નિવારણ માટે ગુજરાત સરકારના વહીવટી તંત્ર દ્વારા પૂરતું ધ્યાન આપવામાં આવે છે જ, તેમ છતાં અસરગ્રસ્તોને પુન:વસવાટના પૂરતા લાભો અને જરૂરીયાતોના સંદર્ભમાં કોઇ મુશ્કેલી અથવા રજુઆત હોય તો મુક્તપણે સ્વતંત્ર સત્તાધિકારી સમક્ષ રજુઆત કરી શકાય અને આવા પ્રશ્નોનું નિવારણ થાય તે હેતુથી નર્મદા અસરગ્રસ્તોના પ્રશ્નોના નિરાકરણ માટે એક ઉચ્ચ કક્ષાનું સત્તામંડળ ફરિયાદ નિવારણ પ્રાધિકરણ ની રચના ૧૯૯૯માં કરવામાં આવી છે.
ફરિયાદ નિવારણ પ્રાધિકરણના ચેરમેન તરીકે ભારતના સર્વોચ્ચ ન્યાયાલયના નિવૃત્ત મુખ્ય ન્યાયમુર્તિ અથવા ન્યાયમુર્તિ, અથવા હાઇકોર્ટના ન્યાયમુર્તિની નિમણૂક સર્વોચ્ચ ન્યાયાલયના પરામર્શમાં ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવે છે. હાલમાં હાઇકોર્ટના નિવૃત્ત ન્યાયમુર્તિ શ્રી બી.એસ. કાપડીયા, ચેરમેન તરીકે હોદ્દો સંભાળી રહ્યા છે.

૪.સરદાર સરોવર પુન:વસવાટ એજન્સી વડોદરા.
નર્મદા પુન:વસવાટની કામગીરી અસરકારક રીતે થઇ શકે અને અગત્યના નિર્ણયો ઝડપથી અને સરળતાથી થઇ શકે તે માટે સરદાર સરોવર પુન:વસવાટ એજન્સીની રચના ૧૯૯૨માં કરવામાં આવી છે. એજન્સીનું મુખ્ય મથક વડોદરા ખાતે છે. અસરગ્રસ્તોના રોજબરોજના પ્રશ્નો અને સમસ્યાઓનું સરદાર સરોવર પુન:વસવાટ એજન્સી દ્વારા ધ્યાન આપવામાં આવે છે તથા ત્વરીત નિકાલ થાય તેવા પ્રયત્નો કરવામાં આવે છે. પુન:વસવાટ માટે કરેલ અને કરવામાં આવી રહેલ કામગીરી માટે સરદાર સરોવર પુન:વસવાટ એજન્સીની વેબસાઇટ www.sspa.gujarat.gov.in પરથી વિસ્તૃત માહિતી મળી રહેશે.
સરદાર સરોવર પુન:વસવાટ એજન્સીના કમિશ્નર તરીકે શ્રી એમ.એસ.ડાગુર (આઇ.એ.એસ.) ફરજો નિભાવી રહ્યા છે.

 

 

[Top]

©2002 NWRWS & k Department All rights reserved

Site Developed & Maintained by Cybersurf (india) Pvt. Ltd