Narmada Department
 

માનનીય મુખ્ય મંત્રીશ્રી

 
માનનીય મુખ્ય મંત્રીશ્રી

 માનનીય મુખ્ય મંત્રીશ્રી, શ્રી નરેન્દ્ર મોદી
ગુજરાત રાજ્ય

 

માનનીય મંત્રીશ્રી


માનનીય મંત્રીશ્રી,શ્રીનીતિનપટેલ

શ્રીનીતિનભાઈ પટેલ
જળસંપત્તિ ( કલ્પસર વિભાગ, સિવાય),
પાણી પુરવઠા, શહેરી વિકાસ અને શહેરી
ગૃહ નિર્માણ, 
ગુજરાત રાજ્ય
 

 
વિભાગની રૂપરેખા
સરદાર સરોવર યોજના માટે સ્વતંત્ર વિભાગની જરૂરિયાત જણાતા રાજ્ય સરકારે નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ હેઠળ નર્મદા વિભાગ બનાવેલ છે. તેના વડા સચિવશ્રી, નર્મદા છે. તેના માળખામાં ઉપસચિવશ્રી (નર્મદા) અને શાખાનો સમાવેશ થાય છે. યોજનાના ઝડપી અને સમયસર વહીવટ માટે સરકારે તા.૨૪૩૧૯૮૮ થી અમલમાં આવે તે રીતે સરદાર સરોવર નર્મદા નિગમ લી. નામની કંપની બનાવેલ છે.
 
ઉદેશ
લાખો લોકોનું જીવન ટકાવી રાખવા માટે નર્મદાના વહી જતા નીરનો સદ્ઉપયોગ કરવો તેમજ જીવનનાં મૂળભૂત ઘટકો જળ અને ઊર્જા પૂરા પાડીને પર્યાવરણની દ્રષ્ટિએ સંગીન અને સાતત્યપૂર્ણ વિકાસ સાધવો.
 

સરદાર સરોવર (નર્મદા) યોજના આઈ.આર.જી. નં.૧

આમુખઃ

          નર્મદા નદી ઉપર સરદાર સરોવર યોજના એક મોટી, બહુહેતુક અને આંતરરાજ્ય યોજના છે. જે ભારતના ચાર રાજ્યો્રૂઁણુસ્નષ્ટ; ગુજરાત , મધ્યપ્રદેશ , મહારાષ્ટ્ર અને રાજસ્થાનનું સંયુક્ત સાહસ છે. જળસંશાધન ક્ષેત્રે આ યોજના ભારતમાં અને સંભવતઃ દુનિયામાં સૌથી મોટી યોજનાઓમાંની એક છે.
 
         નર્મદા નદીનો સ્ત્રાવ વિસ્તાર ૯૭૪૧૦ ચો.કિ.મી. છે. અત્યાર સુધી નર્મદા નદીમાં વહેતા પાણી પૈકી માત્ર ૧૦ ટકાનો જ ઉપયોગ થયેલ છે. નર્મદા નદીના પાણીના સિંચાઇ અને વીજળી ઉત્પાદન માટે ઉપયોગ કરવાનું આયોજન ૧૯૪૬માં શરૂ થયેલ, કે જ્યારે આ યોજનાની પ્રતિતી થયેલ હતી. અન્વેષણ પૂર્ણ થયા બાદ ગુજરાતમાં ગોરા ગામ નજીક બંધ સ્થળની પસંદગી કરવામાં આવી હતી. યોજનાનો શિલાન્યાસ સ્વ.પંડિત જવાહરલાલ નહેરૂના હસ્તે એપ્રિલ૫, ૧૯૬૧ના રોજ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ, પાણીનો મહત્તમ ઉપયોગ થઇ શકે તે માટે બંધની ઊંચાઇ વધારવાની શક્યતા અંગે વિચારણા કરવામાં આવી હતી. તેમ છતાં, કોઇ સમજૂતી શક્ય ન બનતાં, ભારત સરકારે નદી જળ વિવાદ કાયદા ૧૯૫૬ હેઠળ ૧૯૬૯માં નર્મદા જળ વિવાદ પંચની રચના કરી હતી.

નર્મદા ખીણની બધી યોજનાઓના આયોજનની અને પુનઃવસવાટ અને પર્યાવરણ જેવા અન્ય આનુસંગિક પાયાઓનો ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યા બાદ નર્મદા જળ વિવાદ પંચે ડીસેમ્બર૧૯૭૯માં તેનો આખરી નિર્ણય આપ્યો. જે મુજબ સમગ્ર નર્મદા ખીણ પ્રદેશના વિકાસ માટે ક્રૂશ્રદ્દ;લ્લે ૩૦ મોટા, ૧૩૫ મધ્યમ અને ૩૦૦૦ નાના બંધો બાંધવાનું નિયત થયું છે. ૩૦ મોટા બંધો પૈકી ગુજરાતમાં એક માત્ર સરદાર સરોવર સમગ્ર ખીણ પ્રદેશની સૌથી છેવાડાની યોજના છે, જેનું બાંધકામ કેવડીયા કોલોની ખાતે આયોજન મુજબ ચાલી રહ્યું છે

સરદાર સરોવર નિગમ લિ. ની વિગતવાર માહિતી જોવા માટે અહિ ક્લીક કરો.

[ Top ]

 

©2002 NWRWS & k Department All rights reserved