|
ગુજરાત સિંચાઇ વ્યવસ્થા મંડળી, બ્લોક નં. ૯, સચિવાલય,
ગાંધીનગર
મુખ્ય ઇજનેર અને નિયામક, જળ અજે જમીન વ્યવસ્થાપન સંસ્થા,
(વાલ્મી), હાડગુડ પાસે વડોદરા રોડ, આણંદ.
(૧) માન્યતા પ્રાપ્ત સંસ્થાનો પ્રકાર
- સરકાર હસ્તકની સ્વાયત્ત સંસ્થા.
(૨) માન્યતા પ્રાપ્ત સંસ્થાનો ટૂંકો
પરિચય -
જળ અને જમીન વ્યવસ્થાપન સંસ્થા, સને ૧૯૮૫ થી ગુજરાત સિંચાઇ
વ્યવસ્થા મંડળીના છત્ર હેઠળ કાર્યરત છે. આ મંડળી સહકારી મંડળીઓની નોંધણી બાબતમાં
સને ૭૯૬૦ ના ૨૧ મા અધ્નિયમ અન્વયે યોગ્ય રીતે નોંધવામાં આવી છે.
(૩) માન્યતા પ્રાપ્ત સંસ્થાની ભૂમિકા
-
સરકાર હસ્તકની ૧૦૦ ટકા અનુદાન મેળવતી સ્વાયત્ત સંસ્થા છે.સિંચાઇ
વિભાગના ઇજનેરો કૃષિઅધિકારી, કારકુનો, ચોકીદારો, તથા ખેડૂતોને તાલીમ આપતી સંસ્થા
તથા પિયત મંડળીને લગતી તાલીમ આપવામાં આવે છે.ઉપરાંત કોમ્પ્યુટર તાલીમ આપવામાં આવે
છે. સંસ્થા તરીકે માર્ચ - ૧૯૮૫ થી કાર્યરત છે.
(૪) માળખું અને સભ્ય બંધારણ -
મંડળીના સંચાલન માટે વર્ષમાં બે વખત સંચાલન મંડળની બેઠક ભરવાની
રહે છે.જયાં ૧૩ સભ્યોની નિમણુંક કરવામાં આવેલ છે. જયરે વાર્ષિક સામાન્ય સભા માટે ૨૧
સભ્યોની નિમણુંક કરવામાં આવેલ છે. આ બંન્ને બેઠકોમાં આંતરિક વહીવટના જરૂરી પ્રશ્નો
(એજન્ડા આઇટમ) મુકી જેતે જરૂરી નિર્ણય લઇ તે મુજબની કાર્યવાહી કરવામાં આવે
છે.મંડળીના અધ્યક્ષ તરીકે સચિવશ્રી, નર્મદા, જળ સંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર
વિભાગ હોદ્દાની રુએ ફરજ બજાવે છે.
(૫) સંસ્થાના વડા - મુખ્ય ઇજનેર
અને નિયામકશ્રી, વાલ્મી, આણંદ.
(૬) મુખ્ય કચેરી અને તેની શાખાઓના
સરનામા -
મુખ્ય ઇજનેર અને નિયામકશ્રી,
જળ અને જમીન વ્યવસ્થાપન સંસ્થા, (વાલ્મી)
હાડગુડ પાસે, વડોદરા રોડ, પો.બો.નં. ૮૦.
આણંદ - ૩૮૮૦૦૧.
શાખાઓના સરનામા -
-
કાર્યપાલક ઇજનેર, સરદાર પ્રાદેશિક તાલીમ કેન્દ્ર,
ગીતાંજલી પાર્કની બાજુમાં, સેકટર-૮, ચ-ર રોડ,
ગાંધીનગર.
-
કાર્યપાલક ઇજનેર, પ્રાદેશિક તાલીમ કેન્દ્ર,
અઠવા માર્મ, ગુજરાત કૃષિ યુનિવર્સિટીની બાજુમાં,
સુરત-૩૯પ૦૦૭.
-
કાર્યપાલક ઇજનેર, પ્રાદેશિક તાલીમ કેન્દ્ર,
કાલાવાડ રોડ, પાંડુરંગ ઉપવન પાસે, કૃષ્ણનગર રોડ,
રાજકોટ.
(૭) બેઠકોની સંખ્યા -
(૮) શું જનતા બેઠકોમાં ભાગ લઇ શકે છે ?
- ના, જનતા બેઠકમાં ભાગ લઇ શકતી નથી
(૯) શુ બેઠકોની કાર્યનોંધ તૈયાર કરવામાં આવે છે ?
- હા બેઠકોની કાર્યનોંધ તૈયાર કરવામાં આવે છે.
(૧૦) બેઠકોની કાર્યનોંધ જનતાને ઉપલબ્ધ છે ? જો તેમ
હોયતો તે મેળવવા માટેની પધતિની માહીતી આપો.
સંસ્થાના આંતરિક વહીવટ માટે બેઠકો યોજવામાં આવે છેજેમાં કોઇ
પ્રજાકીય પ્રશ્નોની ચર્ચા વિચારણા કે પ્રજાને લગતા નિર્ણયો કરવામાં આવતા નથી. જેથી
બેઠકોની કાર્યનોંધ જનતાને ઉપલભ્ય કરવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. |