Narmada, Water Resources, Water Supply & Kalpsar Department - Water Resources Dept.
માહિતી અધિકાર હોમ || નિયમ સંગ્રહ -૬ || માન્યતા પ્રાપ્ત સંસ્થાનું નામ અને સરનામું
 

જાહેરતંત્રના ભાગ તરીકે રચાયેલ બોર્ડ, પરિષદ, સમિતિઓ
અને અન્ય સંસ્થઓનું પત્રક
પ્રકરણ -૭ (નિયમ સંગ્રહ -૬)

------------------------------------------------------------------------------------

 

ગુજરાત જળસંપત્તિ વિકાસ નિગમ લિ., કેન્દ્રિય નિર્માણ ભવન સામે,
સેકટર -૧૦-અ, ગાંધીનગર.

માન્યતા પ્રાપ્ત સંસ્થાનું નામ અને સરનામું -

ગુજરાત જળસંપત્તિ વિકાસ નિગમ લી., કેન્દ્રીય નિર્માણ ભવન સામે, સેકટર-૧૦-અ, ગાંધીનગર-૩૮૨૦૧૦.

માન્યતા પ્રાપ્ત સંસ્થાનો પ્રકાર (બોર્ડ, પરિષદ, સમિતિઓ અને મંડળો)-

કંપની એકટ હેઠળ નોંધાયેલ ગુજરાત સરકારનું જાહેર સાહસ નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ હસ્તક કાર્યરત છે.

માન્યતા પ્રાપ્ત સંસ્થાનો ટુંકો પરિચય -

ગુજસંવિનિ ના ટૂ઼કા નામે ઓળખાતું ગુજરાત જળસંપત્તિ વિકાસ નિગમ લી., સરકાર હસ્તકના નર્મદા જળસંપત્તિ, પુરવઠા અને કલ્પસર વિભાગ હસ્તક કાર્યરત સરકારી કંપની છે. જેની રચના સરકાર દ્વારા ૧૯૭૬માં કરવામાં આવેલ. રચના પાછળનો મુખ્ય આશય રાજયના નાના સીમાંત ખેડુતોને સિ઼ચાઇ માટે પાણી વ્યજબી દરે મળી રહે તેવો હતો.

માન્યતા પ્રાપ્ત સંસ્થાની ભૂમિકા (સલાહકાર/સંચાલક/કાર્યકારી/અન્ય)-

નિગમ તેના સિ઼ચાઇમાં ચાલુ પાતાળકુવાઓ તેમજ લીફટ ઇરીગેશન યોજનાઓ દ્વારા સિ઼ચાઇ માટે રાહત દરે ખેડુતોને પાણી આપે છે. વર્ષ ૨૦૦૪-૦૫માં ૨૬૭૧ પાતાળકુવાઆ. સિ઼ચાઇ માટે ચાલુ હતા તેના દ્વારા ૮૩૧૧૮ હેકટર જેટલા વિસ્તારમાં સિંચાઇ થયેલ છે તાથા ઉદવહન સિ઼ચાઇ યોજનાઓ દ્વારા ૨૭૦૮ હેકટર જેટલા વિસ્તારમાં ીસંચાઇ થયેલ છે. સરદાર પટેલ સહભાગી જળ સંચય યોજના અંતર્ગત નિગમ દ્વારા સાંરાષ્ટ્રના ભાજનગર, રાજકોટ, જુનાગઢ, જામનગર, સુરેન્દ્રનગર, પોરબંદર જીલ્લાઓમાં ચેકડેમોની કામગીરી નિગમ દ્વારા કરવામાં આવે છ. જે અન્વયે હાલની પરિસ્થિતિએ ૧૪૨ ચેકડેમોની કામગીરી પૂર્ણ થયેલ છે. સરદાર પટેલ સહભાગી યોજના અંતર્ગત ૯૦૧૦ હેઠળ નિગમ દ્વારા મહેસાણા, પાટણ, સાબરકાંઠા, બનાસકાંઠા, જીલ્લાઓમાં તળાવો ઉંડા કરવાની કામગીરી કરવામાં આવેલ છે. જે અન્વયે ૧૦ તળાવના કામ પૂર્ણ થયેલ છે.

સુજલામ સુફલામ યોજના અન્વયે નિગમ દ્વારા નીચે મુજબની કામગીરી કરવામાં આવે છે.

  • ખોરસમ-સરસ્વતી કેનાલ જંકશન સિધ્ધપુર સુધીની પાઇપલાઇનની કામગીરી સદર યોજના અન્વયેની કામગીરી ૮૦ ટકા પૂર્ણ થયેલ છે.

  • નર્મદા મુખ્ય નહેરની સાંકળ ૨૫૬ કી.મી. ઉપરની પિયજથી ગોઝારીયા-ધરોઇ સુધીની ૨૧૫૦ મીમી ડાયાની પાઇપલાઇનની કામગીરી અન્વયે સદર કામગીરીની વહીવટી મંજુરી મળેલ છે.

  • નર્મદા મુખ્ય નહેરની સાંકળ ૩૧૨.૬૦૦ કી.મી. ઉપરની મોઠેરા-મોટીદઉ-ધરોઇ સુધીની ૨૧૫૦ મીમી ડાયાની પાઇપલાઇનની કામગીરી અન્વયે વહસવટી મંજુરી આપવામાં આવે છે. અને કામગીરી પ્રગીત હેઠળ છે.

  • નર્મદા મુખ્ય નહેરની સાંકળ ૨૭૮.૦૦ કી.મી. ઉપરની આદુંદરા-ખેરવા-ધરોઇ સુધીની ૨૧૫૦ મીમી ડાયાની પાઇપલાઇનની કામગીરી અન્વયે વહસવટી મંજુરી આપવામાં આવે છે. અને કામગીરી પ્રગતિ હેઠળ છે.

  • નર્મદા મુખ્ય નહેરની સુજલામ સુફલામ સ્ટ્રેડીંગ કેનાલ સુધીની વિવિધ સાંકળ ઉપર ચાર ૨૩૫૦ મીમી ડાયાની પાઇપલાઇજની કામગીરી અન્વયે ટેન્ડર મંજુર થયેલ છે કામગીરી પ્રગતિ હેઠળ છે.

  • સુજલામ સુફલામ યોજના અંતર્ગત કડાણાથી બનાસ બેજિન વચ્ચે આવતી ૨૧ નદીઓ ઉપર તેમજ ઓવર એક્ષપ્લોઇટેડ, ડાર્કઝોન વિસ્તારની તથા ખારાશવાળા વિસ્તારની નદીઓ .પર ચેકડેમ બનાવવાની કામગીરી અન્વયે ૬૧ કામ પૂર્ણ કરવામાં આવેલ છે.

  • સુજલામ સુફલામ યોજના અંતર્ગત નર્મદા મુખ્ય નહેર અને સુજલામ સુફલામ સ્પ્રેડીંગ કેનાલ વચ્ચે આવતા અયાત તેમજ નવીન કાંસ ઉંડા કરવાની કામગીરી અન્વયે ૧૫ કા પ્રગતિમાં છે.

  • નર્મદા મુખ્ય કેનાલના વિવિધ પાઇપલાઇનની નેટવર્ક પ્લાનીંગની કામગીરી.

  • સુજલામ સુફલામ નહેર ઉપરના ૭ રેલ્વે સ્ટ્રકચરની કામગરી અન્વયે ૬ રેલ્વે સ્ટ્રકચરની કામગીરી પ્રગીતમાં છે.

આમ રાજયની વિવિધ યોજનાઓ સમયસર અને સારી રીતે પુર્ણ કરી રાજયના કૃષિ વિકાસમાં નિગમે અનન્ય ફાળો નોંધાવેલ છે.

માળખું અને બંધારણ -

ગુજરાત જળ સંપત્તિ વિકાસ નિગમ લિ. ગાંધીનગરનું વહીવટી માળખું પત્રક-૧ માં નિર્દિષ્ટ કરેલ છે.

સંસ્થાના વડા -

  • અધ્યક્ષશ્રી (આ હોદ્દા પર સરકાર તરફથી જાહેર કાર્યકરની નિમણુંક કરવામાં આવે છે.)

  • વહીવટી સંચાલકશ્રી તરીકે સરકાર દ્વારા સરકારના મુખ્ય ઇજનેર અને અીધક સચિવશ્રી કક્ષાના અધિકારીની નિમણુંક કરવામાં આવે છે. જે સંસ્થાના વહીવટી અને તાંત્રિક વડા તરીકે કામગીરી કરે છે.

મુખ્ય કચેરી અને તેની શાખાઓના સરનામા -

પત્રક-૨ સામેલ રાખેલ છે.

બેઠકોની સંખ્યા-

(૧) સંચાલક મંડળની બેઠક (૨) ઓડીટ કમિટી (૩) મહેકમ સમિતિની બેઠક (૪) ટેન્ડર અને પ્રોજેકટ કમિટિની બેઠક (૫) મુખ્ય ઇજનેરની સમિતિ (૬) રીચાર્જ કીમટિ (૭) ગુજરાત ગ્રાઉન્ડ વોટર ઓથોરીટી.

શું જનતા બેઠકોમાં ભાગ લઇ શકે છે ?

ના આ બેઠકોમાં જનતા ભાગ લઇ શકતી નથી.

શું બેઠકોની કાર્યનોંધ તૈયાર કરવામાં આવે છે. -

હા જે તે બેઠકની કાર્યનોંધ તૈયાર કરવામાં આવે છે.

બેઠકોની કાર્યનોંધ જનતાને ઉપલબ્ધ છે ? જો તેમ હોય તો તે મેળવવા માટેની પધ્ધતિ ની માહિતી આપો.

કાર્યનોંધ જનતાને ઉપલબ્ધ નથી.

માન્યતા પ્રાપ્ત સંસ્થાનું નામ અને સરનામું-
a

મુખ્ય ઇજનેર અને નિયામકશ્રી, જળ અને જમીન વ્યવસ્થાપન સંસ્થા (વાલ્મી),વડોદરા રોડ, આણંદ.

a

ગુજરાત ઇજનેરી સંશોધન સંસ્થા, રેસકોર્સ,વડોદરા.

a

ગુજરાત જળસંપત્તિ વિકાસ નિગમ લિ., કેન્દ્રિય નિર્માણ ભવન સામે, સેકટર -૧૦-અ, ગાંધીનગર.

a સેવાકીય પ્રવૃત્તિઓ
© Copyright 2005 Narmada, Water Resources, Water Supply & Kalpsar Department
Designed & Developed by Cybersurf (India) Pvt. Ltd.