Narmada, Water Resources, Water Supply & Kalpsar Department - Water Resources Dept.
માહિતી અધિકાર હોમ || પ્રસ્તાવના
 

માહિતી (મેળવવાનો) અધિકાર
અધિનિયમ-૨૦૦૫ ની કલમ-૪ હેઠળ
નર્મદા, જળસંપત્તિ પ્રભાગે પ્રસિધ્‍ધ કરવાની વિગતો

------------------------------------------------------------------------------------

 

પ્રસ્તાવના

  • માહિતી અધિકાર અધિનિયમ-૨૦૦૫ અન્વયે સચિવાલયના વહીવટી વિભાગો દ્વારા પ્રકરણવાર માહિતી પુસ્તિકા પ્રગટ કરવાની રહે છે. જે અન્વયે નર્મદા જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગની કામગીરી તથા તે અન્વયે માહિતીનો આ પુસ્તિકામાં સમાવેશ કરવામાં આવેલ છે.

  • ભારત સરકાર દ્વારા અમલમાં આવતા અધિનિયમ-૨૦૦૫ અન્વયે રાજયના નાગરિકોને મળવાપાત્ર માહિતીની જાણકારી તથા તે માહિતી કઇ કક્ષાએથી મળી રહે તેની વિગતોની જાણકારીના ઉદ્દેશથી આ પુસ્તિકા પ્રગટ કરવામાં આવે છે.

  • આ પુસ્તિકા સામાન્ય સંજોગોમાં રાજયની જાહેર જનતાને ઉપયોગી થશે.

  • વિભાગની કાર્યવાહી અને તે અંગેની સંબંધિત માહિતી પ્રકરણવાર તૈયાર કરાયેલ છે. વિભાગમાં વહીવટી તથા તાંત્રિક અને બંને પ્રકારની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે.

  • લાગુ પડતુ નથી.

  • પુસ્તિકામાં આવરી લીધેલ વિષયો અંગે વધુ માહિતી મેળવવા અંગે વિભાગના મદદનીશ જાહેર માહિતી અધિકારી અને ઉપ સચિવશ્રી (સંકલન) બ્લોક નંબર-૯/૫, નવા સચિવાલય, ગાંધીનગર (ફોન નં. ૦૭૯-૨૩૨૫૧૭૩૯)નો સંપર્ક કરવાનો રહેશે.

  • પુસ્તિકામાં ઉપલબ્ધ ન હોય તેવી માહિતી મેળવવા માટે ફી નું કોઇ ધોરણ નિયત કરાયેલ નથી તથા આ બાબત સમયોચિત સરકારશ્રી દ્વારા નિયત થાય તે મુજબ લાગું પડશે.

ઉપરાંત ઉપર જણાવેલ મદદનીશ જાહેર માહિતી અધિકારીશ્રીનો રૂબરૂ સંપર્ક કરવાનો રહેશે.

સુભાષ પટેલ
ખાસ સચિવ (જ.સં.)
નર્મદા જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ,
સચિવાલય, ગાંધીનગર.

સ્થળ- ગાંધીનગર
તારીખ-   -૧૦-૨૦૦૫.

નર્મદા, જળસંપત્તિ,
પાણી પુરવઠા
અને કલ્‍પસર વિભાગ
વિભાગીય એપેલેટ (કાયદા)  સત્તાધિકારી

સરકારી માહિતી અધિકારી

મદદનીશ સરકારી માહિતી અધિકારી
વિભાગના એપેલેટ (કાયદા) અધિકારી, જાહેર માહિતી અધિકારી, મદદનીશ અધિકારી માટે અહીં કલીક કરો
© Copyright 2005 Narmada, Water Resources, Water Supply & Kalpsar Department
Designed & Developed by Cybersurf (India) Pvt. Ltd.