Top
નર્મદા, જળસંપત્તિ પાણી પુરવઠા અને કલ્‍પસર વિભાગ home
 
 
ભુગર્ભ જળ અને ભૂપૃષ્ઠ જળ ઈતિહાસ
 
ગુજરાત રાજયનું પાણીનું મુખ્‍ય પ્રાપ્‍તિ સ્‍થાન ભૂપૃષ્ઠ જળ છે. સમગ્ર રાજયમાં કૂલ ૧૮૫ નદી પરીસરો આવેલ છે. રાજયમાં ઉપલબ્‍ધ જળસંપત્તિ ૫૫૬૦૮ દસ લાખ ઘન મીટર છે. જેમાંથી ૩૮૧૦૦ દસ લાખ ઘન મીટર ભૂપૃષ્ઠ જળ છે. જે સમગ્ર ભારત દેશની કુલ ભૃપુષ્‍ઠ જળરાશિનો માત્ર ૨% થાય છે. જે જળરાશી ઉપલબ્‍ધ છે તે પણ સામાન્‍ય રીતે વહેંચાયેલો નથી. ગુજરાત, સૌરાષ્‍ટ્ર અને કચ્‍છ વિસ્‍તારોમાં અનુક્રમે ૮૯%, ૯% અને ૨% જળસંપત્તિ વહેંચાયેલી છે. જેની સામે આ ત્રણે વિસ્‍તારોનો કુલ ભૌગોલિક વિસ્‍તાર ૪૫%, ૩૧%, અને ૨૪% છે. રાજયની ભૂગર્ભ જળસંપત્તિ ૧૭૫૦૮ દસ લાખ ઘન મીટર છે.

ઉપલબ્‍ધ ભૂતળ તેમજ ભૂગર્ભ જળરાશીનો ઉપયોગ પીવાના પાણી માટે, ખેતી, ઉધોગ, જળ વિધુત, મત્‍સ્‍યોધોગ વિગેરે જેવા હેતુઓ માટે કરવામાં આવે છે. આમાંથી લગભગ ૮૦ ટકા જેટલો પાણીનો ઉપયોગ ફકત ખેત ઉત્‍પાદન ક્ષેત્રે કરવામાં આવે છે. જેમાં સિંચાઇનો મહત્‍વનો ભાગ છે.