Top
નર્મદા, જળસંપત્તિ પાણી પુરવઠા અને કલ્‍પસર વિભાગ home
 
 
નદીઓનું આંતર જોડાણ – તાકીદની જરૂરિયાત
 
ગુજરાતની નદીઓનું આંતર જોડાણનો નકશો - ૧ ગુજરાતની નદીઓનું આંતર જોડાણનો નકશો - ૨
ગુજરાતની નદીઓનું આંતર જોડાણનો નકશો - ૧ ગુજરાતની નદીઓનું આંતર જોડાણનો નકશો - ૨
 
ગુજરાત રાજય – વિહંગાવલોકન

 • ભારતનાં પશ્વિમ કિનારે આવેલ છે.
 • કુલ ભૌગોલિક વિસ્તાર:૧,૯૬,૦૦૦ ચોરસ કિલોમીટર
 • અંદાજી ૨૧૨૫ કિલોમીટર દરિયા કિનારો, જે ભારતનાં દરિયા કિનારાનાં ત્રીજા ભાગ જેટલો
 • ખેતીલાયક વિસ્તાર: ૧,૨૫,૦૦૦ ચોરસ કિલોમીટર – રાજ્યનાં કુલ વિસ્તારનાં ૨/૩ ભાગ જેટલો.
 • નર્મદા યોજના પૂર્ણ થયા પછી પણ ૫૮૦૦૦ ચોરસ કિલોમીટર કરતાં પણ વધુ વિસ્તારમાં સિંચાઈ સુવિધા પૂરી પાડી શકાય તેમ નથી.
 • રાજની કુલ ૧૮૫ નદીઓ પૈકી ૧૭ નદીઓ ગુજરાતમાં, ૭૧ નદીઓ સૌરાષ્ટ્રમાં અને ૯૭ નદીઓ કચ્છ વિસ્તારમાં આવેલ છે.
રાજયમાં નદીઓનાં આંતર જોડાણની આવશયકતા:

 • ભારતમાં ઉપલબ્ધ જળરાશીનાં માત્ર ૨% જળરાશી ગુજરાતમાં ઉપલબ્ધ છે. જયારે દેશની ૫% વસ્તી ગુજરાતમાં વસે છે.
 • રાજયમાં ધણી ફ્ળદ્રુપ જમીન આવેલ છે, જયારે વરસાદનું પ્રમાણ સરેરાશ ૩૫ સે.મી. થી ૧૧૪ સે.મી. જેટલું જોવા મળે છે.
 • ગુજરાતમાં વરસાદ ઘણીવાર અનિયમિત અને અયોક્કસ પ્રમાણમાં પડે છે.
 • ભૂપુષ્ઠ જળનું પ્રમાણ ઘણું ઓછું હોવાને કારણે સિંચાઈ તેમજ અન્ય જરૂરિયાતો માટે ભૂગર્ભ જળનું ખેચાણ વધારે પડતું થયેલ છે.
 • ભૂગર્ભજળની ગુણવત્તા સંતોષકારક નથી. તેમાં ફ્લોરાઈડ અને ખારાશનું પ્રમાણ ઘણુ વધારે જોવા મળેલ છે. જે આરોગ્ય માટે અત્યંત હાનિકારક છે.
 • ગુજરાતનો ૭૧% જેટલો વિસ્તાર પાણીની તંગી અનુભવે છે
 • દક્ષિણ અને મધ્ય ગુજરાતનો ૨૯% જેટલા વિસ્તારમાં જરૂરિયાત કરતાં પણ વધારે પાણી છે.
 • રાજ્યનાં વધારે પાણી ધરાવતાં નદી પરીસરોમાંથી બાકીના પાણીની તંગી અનુભવતાં ૭૧% વિસ્તારોમાં પાણીનું વહન કરવું જરૂરી છે.
 • આંતરરાષ્ટ્રીય ધોરણો અનુસાર જે વિસ્તારમાં વાર્ષિક માથાદીઠ ૧૭૦૦ ધનમીટર કરતાં ઓછું પાણી ઉપલબ્ધ હોય તેને પાણીની ‘તંગીવાળો’ વિસ્તાર અને જે વિસ્તારમાં તેનું પ્રમાણ ૧૦૦૦ ધનમીટર કરતાં ઓછું હોય તેને ‘પાણીની વધારે તંગીવાળા’ વિસ્તાર તરીકે ગણવામાં આવે છે
 • સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને કચ્છ જેવા વિસ્તારોમાં માથાદીઠ ઉપલબ્ધ જળરાશીનું પ્રમાણ અનુક્ર્મે ૫૪૦,૩૪૩, અને ૭૧૯ ઘનપીટર છે. આથી તે પાણીની વધારે તંગીવાળા વિસ્તારો છે.
નદીઓનાં આંતર જોડાણના ઉદેશો
 • રાષ્ટ્રિય જળ નીતિ (વર્ષ ૨૦૦૨) અનુસાર વધારે પાણીવાળા વિસ્તારોમાંથી પાણી તબદીલ કરીને ઓછા પાણીવાળા વિસ્તારોને પૂરૂ પાડવા ભારપૂર્વક જણાવેલ છે.
 • ઉપલબ્ધ જળ સંશાધનોની જળસ્ત્રોતો ના સંકલિત વ્યવસ્થાપન દ્વારા સપ્રમાણમાં વહેંચણી કરવી.
 • જીવનનિર્વાહ તથા રોજગારીની તકો ધ્વારા સંતુલિત પ્રાદેશિક વિકાસ સાધનો.
 • ગ્રામ્ય વિસ્તારોમાંથી શહોરી વિસ્તારો તરફનું પ્રજાનું સ્થળાંતર અટકાવવું
 • આર્થિક ક્ષમતા વધારવી.
જળનું આંતરનદી પરીસર સ્થળાંતર
 • રાજય દ્વારા આંતરનદીઓના જોડાણ બાબતે અગત્યનુ જરૂરી આયોજન છેલ્લા ઘણા સમયથી કરવામાં આવેલ છે જેની ટુંક્માં રૂપરેખા આ મુજબ છે.
(અ) રાજ્ય દ્વારા પૂર્ણ કરવામાં આવેલ કામો
 
નર્મદા મુખ્ય નહેરનું પથરેખા પરની નદીઓ સાથેનું જોડાણ
 • નર્મદા મુખ્ય નહેર દ્વારા હેરણ, ઓરસંગ , કરાડ, મહી, સેડક, મોહર, વાત્રક, સાબરમતી, ખારી તથા રૂપેણ બનાસ જેવી ૧૧ મુખ્યનદીઓમાં નર્મદા નદીના પૂરના પાણી વહેવડાવી નદીઓ જીવંત કરવાનું આયોજન.
 • નાના મોટા ૭૦૦ તળાવો નર્મદાના નીરથી ભરવાનું આયોજન
સાબરમતી – સરસ્વતી લીંક
 • આ લીંક કેનાલ ધરોઈ ડેમની જમણા કાંઠા મુખ્ય કેનાલની પેટા શાખા નં ૧ અને સરસ્વતી નદીને જોડે છે.
(બ) પ્રગતિમાં હોય તેવી લીંક કેનાલો માં આવેલ કામો
 
સુજલામ સુફલામ સ્પ્રેડીંગ ચેનલ
 • આ યોજનાનો મુખ્ય હેતુ કડાણા ડેમ પરથી વહી જતાં વધારાના પૂરના પાણીને પંચમહાલ અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વહન કરાવવાનો છે.
  • આ પાણીનો જથ્થો પંચમહાલ, ગાંધીનગર, સાબરકાંઠા, મહેસાણા અને બનાસકાંઠા જિલ્લાઓ જેવા અછતગ્રસ્ત વિસ્તારોમાં કુદરતી ઢાળ મારફતે વાળી શકાશે.
  • સુજલામ સુફલામ સ્પ્રેડીંગ કેનાલની કુલ લંબાઇ ૩૩૭ કિ. મી.
   • કડાણા ડેમથી સાબરમતી નદી સુધી - ૧૫૮ કિ.મી.
   • સાબરમતી નદીથી બનાસ નદી –૧૭૯ કિ.મી
 • સૂચીત સ્પ્રેડીંગ કેનાલની મદદથી તેના માર્ગમાં આવતી ૨૧ જેટલી નદીઓ રીચાર્જ થશે જેમા ખારી, વાત્રક, મેશ્વો, માઝમ, રૂપેણ, પુષ્પાવતી, સરસ્વતી અને બનાસ નદીઓનો સમાવેશ થાય છે.
  • ૭ જીલ્લાઓ, ૧૪ તાલુકાઓ અને ૫૦૮ ગામોને લાભ થશે.
  • ૭૦૦૦૦ હેક્ટર જેટલા વિસ્તારને ફાયદો થશે
ઉતર ગુજરાત વિસ્તાર માટે નર્મદા મુખ્ય નહેર આધારિત પાઈપલાઈન પ્રોજેક્ટ.
 • આ યોજના અંતગઁત નર્મદાના ૧ મીલીયન એકરફૂટ(૧૨૩૩મીલીયન ઘનમીટર)
  પૂરના પાણી વડે ઉતર ગુજરાત ધરોઈ, હાથમતી, ગૂહાઈ, માઝ્મ, મેશ્ર્વો, વાત્રક, મુક્તેશ્ર્વર, સીપુ તથા દાંતીવાડા જેવા બંધો તેમજ ગ્રામ્ય તળાવો ભરવાનું આયોજન કરવામાં આવેલ છે.
હરણાવ - ગુહાઇ લીંક
 
કડાણા - ભાદર લીંક
 
ઉકાઇ - પૂણાઁ લીંક
 
સૌરાષ્ટ્રના દરિયા કિનારાનાં વિસ્તારમાં સ્પ્રેડીંગ ચેનલ દ્વારા નદીઓનું આંતર જોડાણ
 • સૌરાષ્ટ્રના દરીયા કિનારાનાં વિસ્તારોમાં સ્પ્રેડીંગ ચેનલ દ્વારા નદીઓના આંતર જોડાણ કરીને દરિયાઇ ખારાશ ને આગળ વઘતી અટકાવવાના મુખ્ય ઉદે્શ સાથેનુ મહત્વકાંક્ષી આયોજન.
 • સ્પ્રેડીંગ ચેનલની કુલ લંબાઇ ૩૬૦ કિલોમીટર અંદાજવામાં આવેલ છે.
 • સ્પ્રેડીંગ ચેનલમાં સંગ્રહાયેલ વરસાદી પાણી વડે આસપાસ નાં વિસ્તારોમાં ભૂગર્ભ જળ નું પુન: ભરણ શક્ય.
 • આગળ વધતી દરિયાઇ ખારાશ અટકી શકે તેમ છે.
 • સ્પ્રેડીંગ ચેનલના માધ્યમ વડે ઉદૃવહન સિંચાઇ શક્ય બનશે.
(ક) સૂચિત લીંક કેનાલો :
 
દમણગંગા-સાબરમતી-ચોરવાડ લીંક
 • દમણગંગા, પાર, તાપી અને માર્ગમાં આવતી અન્ય નદીઓનાં દર વર્ષે દરિયામાં નકામા વેડફાઇ જતાં વધારાના પાણીનું આ સુચિત લીંક કૅનાલ દ્વારા વહન.
 • સૌરાષ્ટ્રના દુષ્કાળગ્રસ્ત વિસ્તારોમાં રક્ષણાત્મક સિંચાઇ તેમજ પીવાનાં પાણીની જરૂરિયાતો પૂરી પાડવા માટે અત્યંત ઉપયોગી.
 • સાબરમતી બેઝીન સુધી પુરનાં વધારાના પાણીનું કુદરતી ઢાળ મારફતે વહન શકય.
સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારના ડેમોને નર્મદા નદીના 1 મીલિયન એકર ફુટ જેટ્લાં પુરના પાણીથી ભરવાનું આયોજન.
 • પ્રથમ તબક્કો:
 • સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારમાં આવેલી નદીઓ અને બંધોને ભરવા માટે નર્મદા નદીના ૧ મી.લિયન એકર ફુટ વધારાના પાણીની ફાળવણી કરવાનું આયોજન
 • સરદાર સરોવર યોજનાની શાખા નહેર ૧૭ નદીઓ પરથી પસાર થશે.
 • આવી નદીઓમાં ૧૫૩ જેટલા બેરેજીસ (આડબંધો) બાંધવાનું આયોજન.
 • અંદાજીત ખર્ચ ૫૧૫ કરોડ.
 • બીજો તબક્કો:
 • સૌરાષ્ટ્ર વિસ્તાર ની ૧૧૫ યોજનાઓના જળાશયોમાં નર્મદા નદીના જળને સંગ્રહ કરવાનું આયોજન
કચ્છ જિલ્લા માટે નર્મદાનું પાણી
 • નર્મદા નદીના ૧ મીલિયન એકર ફીટ જેટલા જળરાશીનો જથ્થો કચ્છ માટે વાળવા માટેનું આયોજન હાથ ધરેલ છે
અન્ય સૂચિત લીંક યોજનાઓ
 • ઉકાઈ –ગોરધા લીંક કેનાલ
 • દેવ- સુખી લીંક કેનાલ
(ડ) કેન્દ્ર સરકારની રાષ્ટ્રીય જળ વિકાસ સંસ્થા (NWDA) દ્રારા સુચવવામાં આવેલ ગુજરાતને સંલગ્ન લીંક કેનાલો:
 
કેન્દ્ર સરકારનાં જળસંપતિ મંત્રાલય હેઠળ કાર્યરત રાષ્ટ્રીય જળ વિકાસ સંસ્થા (NWDA) દ્વારા સમગ્ર દેશમાં વિવિધ લીંક કેનાલોનું આયોજન સુચવવામાં આવેલ છે. જે પૈકી ગુજરાતને સંલગ્ન હીમાલયન, લીકં દ્વિપકલ્પીય લીંક, તેમજ ઇન્ટ્રાસ્ટેટ લીંક કેનાલની વિગતો આ મુજબ છે.
 
હીમાલયન લીંક (શારદા - યમુના – સાબરમતી લીંક)
 • ગુજરાતને અંદાજી ૧૮૩૫ કિલોમીટર લંબાઈ ધરાવતી શારદા- યમુના-રાજસ્થાન –સાબરમતી લીંક મારફતે હીમાલયની નદીઓનૂ વધારાનુ પણી મળી રહે તે માટેનું આયોજન NWDA દ્વારા સૂચવવામાં આવેલ છે. આ માટેના શક્યતાદર્શક અહેવાલો તૈયાર કરવાની કામગીરી પ્રગતિમાં છે.
 • આ લીંક કેનાલ દ્વારાં ગુજરાતને વાર્ષિક ૧.૩૨ મીલીયન એકર ફુટ પાણી દ્વારા ૨ લાખ હેકટર વિસ્તારને સિંચાઈનો લાભ મળી રહે તેવો અંદાજ છે.
દ્વિપકલ્પીય લીંક કેનાલ (પાર-તાપી- નર્મદા)
 • દ્વિપકલ્પીય લીંક કેનાલનાં આયોજનમાં ગુજરાતને લાભકર્તા પાર-તાપી-નર્મદા તેમજ મહારાષ્ટ્રને લાભદાયી દમણગંગા-પીજંલ લીંક કેનાલનો સમાવેશ થાય છે.
 • ૪૦૨ કિલોમીટર લંબાઈ ધરાવતી પાર-તાપી-નર્મદા લીંક દ્વારા વાર્ષિક ૧૩૫૦ મીલીયન ધન મીટર વધારાના પાણી નર્મદા યોજનાનાં કમાંન્ડ વિસ્તાર સુધી વહન કરવાનુ આયોજન છે.
 • દમણગંગા-પીંજલ લીંક દ્વ્રારા મહારાષ્ટ્રના મુંબઈ શહેરને વાર્ષિક ૫૭૭ મીલીયન ધન મીટર વધારાનુ પાણી પીવાનાં હેતુસર પુરૂ પાડવાનું આયોજન છે
 • પાર તાપી- નર્મદા લીંક કેનાલનાં આયોજનમાં દક્ષિણ ગુજરાતની પાર, ઔરંગા, અંબિકા અને પૂર્ણા નદીઓનાં સ્ત્રાવક્ષેત્રમાં ફુલ સાત જળાશયાનાં બાંધકામનો સમાવેશ થાય છે.
 • દમણગંગા-પીંજલ લીંક નાં આયોજનમાં દમણગંગા નદીનાં સ્ત્રાવક્ષેત્રમાં કુલ બે જળાશયોનાં બાંધકામનો સમાવેશ થાય છે.
 • આ બંને લીંક કેનાલોનાં શકયતાદર્શ્ત અહેવાલો NWDA દ્વારા પૂર્ણ કરવામાં આવેલ છે તેમજ તેના વિસ્તૃત અભ્યાસ અહેવાલો ( DPR ) તૈયાર કરવા માટેના MOU ટૂંક સમયમાં કેન્દ્ર તેમજ સંબંધીત રાજય સરકારો વચ્ચે થનાર છે
ઈન્ટ્રાસ્ટેટ લીક કેનાલ (દમણગંગા-સાબરમતી-ચોરવાડ)
 • કેન્દ્ર સરકારની રાષ્ટ્રીય જળ વિકાસ સંસ્થા (NWDA) દ્વારાં, ઇન્ટ્રાસ્ટેટ લીંક કેનાલોનાં ભાગરૂપે ગુજરાતને લાભદાયી દમણગંગા-સાબરમતી -ચોરવાડ લીંક કેનાલનાં આયોજનને માન્યતા આપવામાં આવેલ છે.
 • આ લીંક કેનાલનાં શક્યતાદર્શી અહેવાલ તૈયાર કરવાનુ કાર્ય હાલ NWDA ની કક્ષાએ પ્રગતિ હેઠળ છે.
 • દમણગંગા, પાર, તાપી અને માર્ગમાં આવતી અન્ય નદીઓનાં દર વર્ષે દરિયામાં નકામા વેડફાઇ જતાં વધારાના પાણીનું આ સુચિત લીંક કૅનાલ દ્વારા વહન.
 • સૌરાષ્ટ્રના દુષ્કાળગ્રસ્ત વિસ્તારોમાં રક્ષણાત્મક સિંચાઇ તેમજ પીવાનાં પાણીની જરૂરિયાતો પૂરી પાડવા માટે અત્યંત ઉપયોગી
 • સાબરમતી બેઝીન સુધી પુરનાં વધારાના પાણીનું કુદરતી ઢાળ મારફતે વહન શકય.