|
|
જળસંચય યોજના : ચેકડેમ |
|
પરિચય
- વરસાદનું દરેક ટીપું સંગ્રહ કરવા માટે ચેકડેમ ઉભા કરવા રાજ્ય સરકારે નિર્ણય લીધેલ અને જેથી વરસાદના પાણીને વ્યર્થ રીતે દરિયામાં વહી જતું અટકાવી શકાય. આવા ચેકડેમો નાના સ્ત્રાવક્ષેત્રમાંથી પાણીને એકઠું કરે છે જેથી ભુગર્ભ જળ સપાટી ઉંચી લાવી શકાય અને આજુબાજુના ખેતરો, કુવાઓને આ પાણીનો લાભ મળે.
- આવા ચેકડેમો વહી જતા પાણીને અટકાવવા માટે સક્ષમ છે. અને લગભગ ૧.૫ મીટર થી ર.૦ મીટરની ઉંચાઇના બનાવવામાં આવે છે અને તેમની સંગ્રહશકિત લગભગ ૦.૨૦ મી.ઘ.ફુટ થી ૧.૫૦ મી.ઘ.ફુટ હોય છે જેનાથી આજુબાજુના ૨ થી ૧૫ કુવાઓ, ટયુબવેલ (પાતાળ કુવાઓ) ને વઘારાનો ભુગર્ભ જળ રીચાર્જનો ફાયદો થાય છે. આવા ચેકડેમથી આશરે ૩ થી ૨૨ હેકટર વિસ્તારને સિંચાઇનો પ્રત્યક્ષ પરોક્ષ લાભ થાય છે.
|
- સામાન્ય રીતે ચેકડેમનો નિભાવ અને જાળવણી ખર્ચ અત્યંત ઓછો હોય છે. નીચા આડબંઘો હોવાને લીઘે તેમાંથી કેનાલો કાઢવામાં આવતી નથી. ૫ણ સીઘી રીતે ઉદવહન સિંચાઇ થઇ શકે છે. જેનો આજુબાજુના ખેડ્રતો લાભ લઇ શકે છે. પરોક્ષ રીતે પણ આજુબાજુના કુવાઓ રીચાર્જ થતા હોઇ કુવામાંથી ૫ણ ઉદવહન સિંચાઇ થઇ શકે છે
- આવા ચેકડેમો માટે જમીન મેળવવી પડતી નથી તેથી જમીન મેળવવાના ખર્ચ તથા કાનુની પ્રક્રિયામાંથી પાર ઉતરવું ૫ડતું નથી. ચેકડેમની ઓછી કિંમતના લીઘે સામાન્ય ખેડુત પણ તેમાં સહભાગી થઇ શકે છે.
- કેટલાક નોંઘવાલાયક ફાયદાઓ :
- પાણીના હરિયાળા ૫ટ્ટાને લીઘે પક્ષીઓનું અને પ્રાણીઓનું સ્થળાંતર અટકયું.
- ગ્રામ્ય વિસ્તારોમાં પીવાના પાણીની જવાબદારી સામાન્ય રીતે ગૃહિણીઓની હોય છે. તેથી તેમને પીવાના પાણી મેળવવાના તણાવથી મુક્તિ.
- ભુગર્ભ જળને ટકાવી રાખવા માટે ચેકડેમો અતિ આવશ્યક..
- સ્ત્રાવક્ષેત્રમાં પાણીના પ્રવાહને રોકવાથી જમીનનું ઘોવાણ નિયંત્રણમાં આવ્યુ છે. નદીમાં પ્રવાહને રોકવાથી નદીના પુરમાં ૫ણ નિયંત્રણ.
- મોટા બંઘોની જેમ ખેડુતોની જમીન કે અન્ય જમીન સંપાદન કરવાનો પ્રશ્ન રહેતો નથી.
નોંધ: આ ફાયદાઓ આઇ.આઇ.એમ. અમદાવાદના અભ્યાસ તારણના અંતે મુકવામાં આવ્યા છે.
|
|
|
|
|
|
|
|