|
|
જમીન અને જળ વ્યવસ્થાપન સંસ્થા |
|
વાલ્મીએ કૃષિ સિંચાઈના ક્ષેત્રમાં વિવિધ વિદ્યાશાખાકીય તાલીમ આપતી રાજ્ય તાલીમ સંસ્થા છે. વિશ્વ બેન્કની નાણાકીય સહાયથી સને ૧૯૮૦-૮૧માં ખેડા જિલ્લાના આણંદ ખાતે તેની સ્થાપના થયા પછી “જળસંપત્તિ વ્યવસ્થાપન અને તાલીમ કાર્યક્રમ”માં ૧૯૮૩-૮૪ દરમિયાન તે સહાભાગી થયેલ, માર્ચ-૧૯૮૫ થી “ગુજરાત ઇરીગેશન મેનેજમેન્ટ સોસાયટી”(જી.આઇ.એમ.એસ) હેઠળ સ્વાયત સંસ્થા તરીકે કામ કરે છે.
વાલ્મી-આણંદની આંતરમળખાકીય રચના
મે, ૧૯૯૦માં નવું કેમ્પસ પૂર્ણ થયા બાદ, વહીવટ માટેનું ભવન (જેમાં બેઠક ખંડ, પરિસંવાદ ખંડ વિગેરેનો સમાવેશ થાય છે) વિધાભવન (જેમાં વર્ગખંડ, પુસ્તકાલય, શ્રોતાગૃહ, કોમ્પ્યુટર કેન્દ્ર વિ.નો સમાવેશ થાય છે.) જેવા નીચેના આંતરમાળખાકીય ધરાવતી ૫૬ હેકટરથી પણ વધુ જમીનવાળા કેમ્પસમાં તાલીમ પ્રવૃત્તિઓ શરૂ કરવામાં આવી. |
|
બોર્ડિંગ સવલતો
ડેટા ટેબલ બોર્ડિંગ સવલતો
તાલીમાર્થી છાત્રાલય |
૧૦૨ તાલીમાર્થીનો સમાવેશ |
ખેડુત છાત્રાલય |
૫૬ ખેડુતોનો સમાવેશ |
ગેસ્ટ હાઉસ |
રાચરચીલા સહિતના પાંચ રૂપ |
નિવાસી વસાહત |
કર્મચારી ગણના જુદા જુદા સભ્યો માટે અલગ અલગ પ્રકારના ૧૪ યુનિટ |
૩૬ હેકટરનું નિદર્શન |
ખેતર |
|
|
વાલ્મીનું પ્રાદેશિક તાલીમ નેટવર્ક
આણંદ ખાતેના મુખ્ય કેમ્પસ સિવાય વાલ્મીના ત્રણ પ્રાદેશિક તાલીમ કેન્દ્રો નીચે મુજબ કાર્યરત છે .
- ગાંધીનગર (મધ્ય અને ઉત્તર ગુજરાત)
- રાજકોટ (સૌરાષ્ટ્ર અને કચ્છ પ્રદેશ)
- સુરત (દક્ષિણ ગુજરાત)
નીચલા સ્તરમાં કર્મચારી ગણ અને ખેડુતોને તાલીમ આપવા માટે તમામ પ્રાદેશિક કેન્દ્રોને જરૂરી આંતરમાળખાથી સંપૂર્ણ વિકસાવવામાં આવ્યા છે. |
|
|
|
|
|
|
|