Top
નર્મદા, જળસંપત્તિ પાણી પુરવઠા અને કલ્‍પસર વિભાગ home
 
 
 
સાબરમતી નદી
 
સાબરમતી નદી
સાબરમતી નદી અરવલ્‍લી હીલ રાજસ્‍થાનમાંથી નીકળે છે. અને અરેબિયન સમુદ્રમાં ખંભાતના અખાતને મળે છે. તેની કૂલ લંબાઇ ૩૭૧ કી.મી. છે. અને કૂલ સ્‍ત્રાવક્ષેત્ર ૨૧,૬૭૪ ચો.કિ.મી. છે. સેઇ,સીરી અને ધામની સાબરમતી નદીના જમણા કાંઠાની શાખાઓ છે. વાકલહરણાવ, હાથમતી, ખારી, વાત્રક, ડાબા કાંઠાની શાખાઓ છે.
હરણાવ નદી પર હરણાવ ૧ અને હરણાવ ૨ ડેમ અનુક્રમે ૧૯ કિ.મી.અને ૧૦ કિ.મી.ના અંતરે આવેલ છે જેનો સ્‍ત્રાવક્ષેત્ર અનુક્રમે ૪૦૧ ચો.કિ.મી. અને ૧૧૬ ચો.કી.મી. છે
હાથમતી નદી પર ૪૦ કી.મી.ના અંતરે હાથમતી ડેમ છે. જેનો સ્‍ત્રાવક્ષેત્ર ૫૯૫ ચો.કિ.મી. છે.હાથમતી નદીની પ્રશાખા ગુહાઇ નદી પર ૩૦ કી.મી.ના અંતરે ગુહાઇ ડેમ છે. જેનો સ્‍ત્રાવક્ષેત્ર ૪૨૨ ચો.કિ.મી. છે.
વાત્રક નદીની પ્રશાખાઓ મેશ્ર્વો, માઝમ અને શેઢી નદી છે. વાત્રક નદી પર ૧૧૬ કિ.મી.ના અંતરે વાત્રક ડેમ છે.જેનો સ્‍ત્રાવક્ષેત્ર ૧૧૧૪ ચો.કિ.મી. છે. માઝમ પ્રશાખા પર ૧૫૯ કિ.મી.ના અંતરે માઝમ ડેમ જેનો સ્‍ત્રાવક્ષેત્ર ૪૦૮ ચો.કિ.મી. છે. શેઢી નદીની પ્રશાખાઓ વારાસી અને મહોર નદી છે.
સાબરમતી નદી પર ૮૦ કિ.મી.ના અંતરે ધરોઇ ડેમ છે જેનો સ્‍ત્રાવક્ષેત્ર ૫૪૭૫ ચો.કિ.મી. છે. અને ૨૦૨ કિ.મી.ના અંતરે વાસણા બેરેજ છે. જેનો સ્‍ત્રાવક્ષેત્ર  ૧૦,૬૧૯ ચો.કિ.મી. છે.
 
ગેજીંગ સ્ટેશન
ડેટા ટેબલ ગેજીંગ સ્ટેશન
બેઝીનનું નામ નદીનું નામ સ્‍ટેશનનું નામ નદીનુ ઓરીજીન નદીના ઓરીજીનથી ગેજીંગ સ્ટેશનનું અંતર કીમી.માં નદીની લંબાઇ કી.મી.માં
સાબરમતી સાબરમતી ગાંધીનગર અરવલ્લી હીલ ૧૮૫  
સાબરમતી સાબરમતી રસીકપુરા અરવલ્લી હીલ ૨૪૫ ૩૭૧
 
રેઇન ફોલ /રન ઓફ/ ગેજીંગ ડેટા
ઉપરોક્ત વિગતો ચૂકવણા આધારીત હોઇ મેળવવા માટે અધિક્ષક ઇજનેરશ્રી ની કચેરી , સ્ટેટ વોટર ડેટા સેન્ટર, વાલ્મી કેમ્પસ ની બાજૂ માં સેક્ટર ૮ ,ગાંધીનગર ફોન ન. ૦૭૯-૨૩૨૪૬૭૨૩ નો સંપર્ક કરવો.
 
સેડીમેન્ટ ટ્રાંસપોર્ટ ડેટા
ઉપરોક્ત વિગતો ચૂકવણા આધારીત હોઇ મેળવવા માટે અધિક્ષક ઇજનેરશ્રી ની કચેરી , સ્ટેટ વોટર ડેટા સેન્ટર, વાલ્મી કેમ્પસ ની બાજૂ માં સેક્ટર -૮ ,ગાંધીનગર ફોન ન. ૦૭૯-૨૩૨૪૬૭૨૩ નો સંપર્ક કરવો.
 
ફ્લો ટ્રેન્ડ
ડેટા ટેબલ ફ્લો ટ્રેન્ડ
બેઝીનનું નામ નદીનું નામ સ્‍ટેશનનું નામ મહત્તમ ગેજ અને પુર પ્રવાહ
તારીખ સમય ગેજ  મીટરમાં મહત્તમ ગેજ અને પુર પ્રવાહ મી3/સેકન્ડ
સાબરમતી સાબરમતી ગાંધીનગર ૧૮/૭/૯૩ ૩.૦૦ ૮.૨૫ ૧૦૩૬૫.૦૦
 
ફ્લડ બુલેટીન
દૈનિક પુર નિયંત્રણની માહિતી માટે અહી ક્લિક કરો.
હવામાન આગાહી માટે અહી ક્લિક કરો.
 
છેલ્લા ૧૦ વર્ષના મહત્તમ પુરની વિગત
ડેટા ટેબલ છેલ્લા ૧૦ વર્ષના મહત્તમ પુરની વિગત
યોજનાનો નંબર યોજનાનું નામ વર્ષ મહત્તમ આવરો મહત્તમ જાવરો પાણીનું લેવલ
કયુસેકસમાં તારીખ કયુસેકસમાં તારીખ મીટરમાં તારીખ
૧૩ ધરોઇ ૨૦૦૦ ૯૪.૩૮ ૦૩/૦૭/૨૦૦૦   ૦૩/૦૭/૨૦૦૦ ૧૭૯.૦૯ ૧૯/૦૭/૦૦
૧૩ ધરોઇ ૨૦૦૨ ૫૫.૦૫ ૦૩/૦૯/૨૦૦૨ ૫.૬૬ ૨૮/૦૮/૦૨ ૧૭૮.૫૮ ૧૯/૦૭/૦૨
૧૩ ધરોઇ ૨૦૦૬ ૬૫૬૭.૮૬ ૦૭/૦૯/૨૦૦૬ ૩૦૦૧.૫૬ ૦૭/૦૯/૨૦૦૬ ૧૭૯.૦૧ ૨૧/૧૦/૦૬
૧૩ ધરોઇ ૨૦૦૭ ૧૪૧૭.૩૯ ૨૯/૦૭/૦૭ ૫૬૬.૩૩ ૧૦/૦૭/૨૦૦૭ ૧૮૯.૬૯ ૧૭/૦૭/૦૭
૧૩ ધરોઇ ૨૦૦૮ ૨૦૪.૫ ૧૩/૦૮/૦૮ - ૧૮૯.૫૯ ૨૪/૦૯/૦૮
 
તાંત્રિક માર્ગદર્શિકા
ફ્લડ મેમોરેન્ડમ ના પ્રકરણ ૧.૭.૯, ૧.૮, ૩.૦, અને પ્રકરણ ૪.૦ માટે અહી ક્લિક કરો.
 
પુર નિયંત્રણ કક્ષ
ફ્લડ મેમોરેન્ડમ ના પ્રકરણ ૧.૨ થી પ્રકરણ ૧.૬ માટે અહી ક્લિક કરો.