Top
નર્મદા, જળસંપત્તિ પાણી પુરવઠા અને કલ્‍પસર વિભાગ home
 
 
 
  સાબરમતી બેઝીન
     
 
સાબરમતી બેઝીન
 
     
  સાબરમતી ભારતની એક પશ્ચીમ તરફ વહેતી આંતરરાજય મોટી નદીઓ પૈકી એક છે. જે ખંભાતના અખાતને મળે છે. આ પરિસર ઉત્‍તરે અને ઉત્‍તર – પૂર્વે અરવલ્‍લી પર્વતોની હારમાળા કચ્‍છના અખાતમાં અને પશ્ચીમ બાજુએ ખંભાતના અખાતમાં મળતા ઝરણાં ને જોડતી મોભરેખા અને દક્ષિ‍ણ બાજુએ ખંભાતના અખાતથી ઘેરાયેલ છે. આ પરિસરની મહત્‍તમ લંબાઇ ૩૦૦ કી.મી. અને મહત્‍તમ પહોળાઇ ૧૦પ કી.મી છે. તેનો આકાર ત્રિકોણકાર છે. અને જેના પાયા તરીકે મુખ્‍ય નદી અને તેનુ શિરોબિંદુ વાત્રક નું મૂળ છે. તે અરવલ્‍લી ના ડુંગરોમાંથી નીકળે છે. જેના અક્ષાંશ ૨૪° ૪૦° ઉ અને રેખાંશ ૭૩° ર૦° પૂ.વે છે. સમુદ્ર સ્‍તરથી આ સ્‍થળની ઉંચાઇ ૭૬૨.૦ મી. છે. સાબરમતી નદીની લંબાઇ ૩૭૧.૦ કી.મી. અને સ્‍ત્રાવક્ષેત્ર ૨૧૬૭૪ ચો.કી.મી. છે.  
 
 
નદી
સાબરમતી
સઇ નદી
સીરી નદી
ધામની નદી
વાંકલ નદી
હરણાવ નદી
હાથમતી નદી
વાત્રક નદી
દેવ નદી
ખારી(સાબરમતી) નદી
 
બંધ
ધરોઇ જળાશય યોજના
કરોલ (બાગ) જળાશય યોજના
હરણાવ-૧ જળાશય યોજના
હરણાવ-૨ જળાશય યોજના
હાથમતી જળાશય યોજના
માઝમ જળાશય યોજના
મેશ્વો જળાશય યોજના
વૈડી જળાશય યોજના
વાસણા બેરેજ જળાશય યોજના
વાત્રક જળાશય યોજના
ફતેવાડી જળાશય યોજના