|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
શેત્રુંજી સૌરાષ્ટ્રની એક મોટી નદી છે. શેત્રુંજી પરિસર સૌરાષ્ટ્રની એકદમ પુર્વ દિશામા આવેલ પરિસર છે. અને તે ઉ.અ ૨૧° ૦૦ થી ૨૧° ૪૭° અને પૂ.રે ૭૦° પ૦° થી ૭૨° ૧૦° ની વચ્ચે આવેલ છે. તે જુનાગઢ જીલ્લાના ગીર જંગલની રચાઇ ટેકરીઓમાંથી સમુદ્રથી ૩૮૦ મી. ઉંચાઇએથી નીકળે છે.અને પૂર્વ દિશામા વહી સંથરામ પુર બંદર નજીક ખંભાત ના અખાતને મળે છે . શેત્રુંજી નદી સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગર જીલ્લાને તથા જુનાગઢ જીલ્લાના કેટલાક ભાગને ફળદ્રુપ્ બનાવે છે. તેનો સ્ત્રાવક્ષેત્ર ૫૫૧૪ ચો.કી.મી છે. જે પૈકી નો ૫૦ ટકા કરતા વધારે અમરેલી જીલ્લામાં છે.
ડેટા ટેબલ સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગર જીલ્લા
અ.નું |
જીલ્લા/રાજયનુ નામ |
સ્ત્રાવક્ષેત્ર(ચો.કી. મી) |
ટકા(કુલ સ્ત્રાવક્ષેત્રની સાપેક્ષ) |
૧ |
અમરેલી |
૩૯૪૬.૬૮ |
૫૩.૪૪ |
ર |
ભાવનગર |
૨૪૯૨.૮૮ |
૪૫.૨૧ |
૩ |
જૂનાગઢ |
૭૪.૪૪ |
૧.૩૫૦ |
કુલ |
૫૫૧૪.૦૦ |
૧૦૦.૦૦ |
પૂર્વ તરફ વહેતી આ નદીની તેના મૂળથી ખંભાતના અખાતને મળે ત્યાં સુધીની કુલ લંબાઇ ૧૮૨ કી.મી છે.સમુદ્રથી ઉપરવાસમાં પ કી.મી સુધી આ નદીમાં ભરતી ની અસર રહે છે. શેત્રુંજીને બંન્ને કાંઠે કેટલીક ઉપ નદીઓમળે છે. ૯ જેટલી ઉપનદીઓ કે જેની લંબાઇ ૧૫ કી.મી કરતા વધુ છે. જેવી કે સાકરા, શેલ, ખારી અને તળાજી આચાર જમણા કાંઠે મળે છે. અને બાકીની ૫ જેવી કે, સાતલી ,ઠેબી, ગાગરીયા,રજાવળ અને ખારો ડાબે કાંઠે મળે છે. શેત્રુંજી ની જમણા કાંઠાની સરખામણીએ ડાબા કાંઠાની સ્ત્રાવ સંરચના વધારે વિસ્તૃત છે. સાતલી,ઠેબી અને ગાગરીયા મહત્વની ઉપનદીઓ છે. જે ડાબા કાંઠે મળે છે. અને તેમનો સ્ત્રાવ ક્ષેત્ર કુલ સ્ત્રાવક્ષેત્રના ૩૪ ટકા જેટલો છે. ગાગરીયા અને ઠેબી મુખ્ય ઉપ નદીઓ વિસાવદર તાલુકાના ઉચા મેદાનો માથી નીકળે છે.
- આબોહવા :
શેત્રુંજી પરિશરનો સરેરાશ વરસાદ ૬૦૪.૫૨ મી.મી છે.દક્ષિણ પશ્ચીમ ચોમાસુ જુનના મધ્યમાં બેસે છે. અને ઓકટોબરના પ્રથમ સપ્તાહમાં પૂર્ણ થાય છે. કુલ વરસાદના ૯૦ ટકા વરસાદ જુલાઇ ઓગષ્ટમાં પડે છે. સ્થળ રૂપ્રેખાઓની લાક્ષણિકતાઓને કારણે આબોહવા પરિવર્તનીય છે. શિયાળામા તાપમાન ૬° થી ૧૮° અને ઉનાળામા તાપમાન ૩૫° થી ૪૭° સે રહે છે.
|
|
|
|
|
|
|
|