Top
નર્મદા, જળસંપત્તિ પાણી પુરવઠા અને કલ્‍પસર વિભાગ home
 
 
 
  બનાસ બેઝીન
     
 
બનાસ બેઝીન
 
     
  બનાસ નદી અરવલ્‍લીનના ડુંગરોમાંથી નીકળે છે. તે દક્ષીણ-પશ્ચીમ દિશામાં વહી રાજસ્‍થાન રાજયમાં થઇ કચ્‍છના નાના રણને મળે તે પહેલા ગુજરાત રાજયના બનાસકાંઠા અને મહેસાણા જીલ્‍લા માંથી પસાર થાય છે. બનાસ પરિસર તે ઉત્‍તરીય પરિસર છે. જે લગભગ ઉ.અ.૨૩° ૩૦° થી ૨૪° પપ° અને પૂ.રે. ૭૧° ૧પ° થી ૭૩° ૧પ° ની વચ્‍ચે આવેલ છે. સરસ્‍વતી અને લૂણી પરિસર અનુક્રમે તેની દક્ષિ‍ણ અને ઉત્‍તરીય સરહદો છે. અને તેની પૂર્વ સરહદે અરવલ્‍લીના ડંગરો આવેલા છે. તેનો સ્‍ત્રાવક્ષેત્ર ૮૬૭ ચો.કી.મી છે, તે પૈકીનો ૩૭.૬૯ ટકા રાજસ્‍થાન રાજયમાં અને બાકીના ૬૨.૩૧ ગુજરાત રાજયમાં છે. રાજયવાર અને જીલ્‍લાવાર સ્‍ત્રાવક્ષેત્ર વિસ્‍તારની વિગતો નીચે મુજબ છે.

ડેટા ટેબલ રાજયવાર અને જીલ્‍લાવાર
અનુ નં. રાજયનું નામ જીલ્‍લાનું નામ નદીની લંબાઇ(કી.મી) સ્‍ત્રાવક્ષેત્ર(ચો.કી.મી) ટકા (કુલ સ્‍ત્રવક્ષેત્રની સાપેક્ષમાં)
રાજસ્‍થાન શિહોરી ૭૮ ૩૨૬૯ ૩૭.૬૯
ગુજરાત બનાસકાંઠા ૧૧૯ ૪૬૩૮ ૫૩.૪૭
ગુજરાત મહેસાણા ૬૯ ૭૬૭ ૮.૮૪

બનાસ નદી સમુદ્રની સપાટીથી ૩૭૨.૫૧ મી. ઉંચાઇએથી રાજસ્‍થાનના શિહોરી જીલ્‍લાના પીંડવારા ગામેથી નીકળી છેલ્‍લે કચ્‍છ ના નાના રણમા ભળી જાય છે. સીપુ એકમાત્ર જમણા કાંઠે મળતી બનાસની ઉપનદી છે. બનાસના ડાબા કાંઠે છ ઉપનદીઓ જેવી કે બત્રીયા, સુકરી, સેવારણ, સુકેત, બાલારામ અને ખારી છે. જે મુખ્‍ય પ્રવાહમા ભળે છે. જેથી જમણા કાંઠાની સરખામણીએ ડાબા કાંઠાની સ્‍ત્રાવ સંરચના વધારે વિસ્‍તૃત છે.સીપુ અને ખારી બે મહત્‍વની ઉપ્‍નદીઓ અનુક્રમે જમણા અને ડાબા કાંઠે મળે છે, જે સંયુકતપણે ૩૭ ટકા જેટલો સ્‍ત્રાવક્ષેત્ર વિસ્‍તાર ધરાવે છે.
 
 
 
નદી
બનાસ નદી
સીપુ નદી
સુકલી નદી
બાલારામ નદી
સુકેત નદી
સેવરણ નદી
બાત્રિયા નદી
ખારી(બનાસ) નદી
 
બંધ
દાંતીવાડા જળાશય યોજના
સીપુ જળાશય યોજના