Top
નર્મદા, જળસંપત્તિ પાણી પુરવઠા અને કલ્‍પસર વિભાગ home
 
 
 
  ઢાઢ્રર બેઝીન 
     
 
ઢાઢ્રર બેઝીન
 
     
  ઢાઢર નદી ગુજરાત રાજયની પશ્ચીમ બાજુ વહેતી નદીઓ પૈકીની એક છે.તે પાવાગઢની પર્વતમાળાઓમાંથી નીકળે છે. અને વડોદરા અને ભરૂચ જિલ્‍લામાં થઇને વહે છે. તે ૮૭ કિ.મી. વહી પિંગલવાડા(ગેજ અને પ્રવાહ સાઇટથી પ૦૦ મી. ઉપરવાસમાં) ગામે તેને વિશ્‍વામિત્રી ઉપનદી જમણા કાંઠે છળે છે. પપ કિ.મી વહયા પછી તે ખંભાતના અખાતમાં મળે છે.તેના મૂળથી ખંભાતના અખાત સુધીની તેની કુલ લંબાઇ ૧૪ર કિ.મી છે. વિશ્‍વામિત્રી , જાંબુઓ નદી,દેવ અને સૂર્યા એ ઢાઢર નદીની મહત્‍વની ઉપનદીઓ છે. ઢાઢર પરિસરનો સ્‍ત્રાવક્ષેત્ર ૩૪ર૩ ચો.કિ.મી છે. અને તેનો પિંગલવાડા સાઇટ સુધીનો સ્‍ત્રાવક્ષેત્ર ર૪૦૦ ચો.કિ.મી છે. તે પૂર્વ અક્ષાંશ ૭ર° ૩૦° અને ૭૩° ૪પ° અને ઉત્‍તર રેખાંશ ર૧° ૪પ° અને રર° ૪પ° ની વચ્‍ચે આવે છે.

  • આબોહવાઃ
    આ પરિસરની આબોહવા ગરમ, શુષ્‍ક ઉનાળો, માફકસર શિયાળો અને ભેજયુકત ચોમાસુ ધરાવે છે. જૂન સૌથી ગરમ મહિનો અને જાન્‍યુઆરી સૌથી ઠંડો મહિનો છે.
  • વરસાદઃ
    આ પરિસરમાં મહદઅંશે દક્ષિ‍ણ –પશ્ચીમ ચોમાસુ જૂન થી સપ્‍ટેમ્‍બર દરમ્‍યાન રહે છે.
  • વસ્તિઃ
    આ પરિસરની કુલ વસ્‍તી ૧૧.ર૩ લાખ છે.
  • ઉધોગોઃ
    આ પરિસરમાં આવેલ જુદા જુદા પ્રકારના ઉધ્‍યોગોની વિગતો નીચે મુજબ છે.
    • રસાયણ અને પેટ્રોલિયમ પેદાશ
    • કાપડ ઉધ્‍યોગ
    • રબર અને પ્‍લાસ્ટિક ઉધ્‍યોગ
    • મશીનરી અને વાહનોના સ્‍પેરપાર્ટસનો ઉધ્‍યોગ
    • ઇલેકટ્રીકલ મશીનરી
    • તમાકુમાંથી બનતી પેદાશો.
  • શહેરો/નગરોઃ
    વડોદરા,ડભોઇ,કરજણ,આમોદ,જંબુસર
 
 
 
નદી
ઢાઢર નદી
વિશ્વામિત્રી નદી
 
બંધ