|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
કીમ નદી એ ગુજરાત રાજયની પશ્ચીમ તરફ વહેતી નદીઓમાંની એક છે.તે સાપુતારા પર્વતોની ભરૂચ જીલ્લાની હારમાળામાંથી નીકળે છે. અને ૧૦૭ કી.મી દક્ષિણ પશ્ચીમ દીશામા વહીને ખંભાતના અખાતમાં ભરૂચ જીલ્લાના હાંસોટ તાલુકાના કાંટીયાજળ ગામે મળે છે. આ નદી શરુઆતના ૮૦ કી.મી રાજપીપળા અને વાલીયા તાલુકા માથી પસાર થાય છે. બાકીની નદી પશ્ચીમ દીશામાં સુરત જીલ્લાના અંકલેશ્વર અને ઓલપાડ તાલુકાઓ વચ્ચે થઇને વહે છે. ઘંટા અને ટોકરી કીમ નદીની મુખ્ય ઉપનદીઓ છે. કીમ નદીના કુલ સ્ત્રાવક્ષેત્ર ૧ર૮૬ ચો.કી.મી પૈકી સ્થળ સુધીનો સ્ત્રાવ ક્ષેત્ર ૮૦૪ ચો.કી.મી છે. આ નદીની બેઝીન ઉ.અ. ર૧° ૧૯° થી ર૧° ૩૮° અને પૂ.રેખાંશ ૭રં° ૪૦° થી ૭૩° ર૭° ની વચ્ચે આવેલ છે.
આ બેઝીનમાં શિયાળાની ઋતુ આહલાદક છે. મોટી નારોલી ખાતે મહત્તમ અને લઘુત્તમ તાપમાન અનુક્રમે ર૭°સે થી ૪૪° સે. અને ર૬° સે થી ૧૦° સે. રહે છે. |
|
|
|
|
|
|
|