Top
નર્મદા, જળસંપત્તિ પાણી પુરવઠા અને કલ્‍પસર વિભાગ home
 
 
 
  પૂર્ણા બેઝીન
     
 
પૂર્ણા બેઝીન
 
     
  પુર્ણા નદી પ‍શ્ચીમ તરફ વહેતી નદી છે. કે જે નો સ્‍ત્રાવ ક્ષેત્ર ગુજરાત અને મહારાષ્‍ટ્રમાં છે. તે મહારાષ્‍ટ્ર રાજયમાં પશ્ચીમ ઘાટો નજીક ચીંચી ગામે સાપુતારા પર્વતમાળા માથી નીકળે છે. આ નદીની તેના મૂળથી તે અરબી સમુદ્રને મળે ત્‍યાં સુધીની લંબાઇ ૧૮૦ કી.મી છે. તેની મહત્‍વની ઉપનદીઓ ઘોડરનાલા , બર્દાનાલા , નગહપર, નાલા, ગીરના નદી, ઝાંકરી નદી, અને ડુંમસ ખાડી છે. પૂર્ણા પરિસરનો સ્‍ત્રાવ ૨૪૩૧ ચો. કી. મી છે. તે પૂ.અ ૭૨ં ૪૫ં થી ૭૪ં ૦૦ અને ઉ.રે ૨૦ં ૪૧ં થી ૨૧ં ૧૫ં વચ્‍ચે આવેલ છે.

ડેટા ટેબલ ઉપનદીઓ ઘોડરનાલા , બર્દાનાલા , નગહપર, નાલા, ગીરના નદી, ઝાંકરી નદી
અ.નું જીલ્‍લા/રાજયનુ નામ સ્‍ત્રાવક્ષેત્ર(ચો.કી. મી) ટકા(કુલ સ્‍ત્રાવક્ષેત્રની સાપેક્ષ)
મહારાષ્‍ટ્ર ૫૮ ૨.૩૯
ગુજરાત ૨૩૭૩ ૯૭.૬૧
કુલ ૨૪૩૧ ૧૦૦.૦૦


  • આબોહવાઃ
    આ પરિસરની મોટાભાગની આબોહવા ચોમાસામા જૂનથી સપ્‍ટેમ્‍બર સિવાયના સમયગાળામાં ગરમ અને સુકી હોય છે. મહુવાની સાઇટ આગળ મહત્‍તમ તાપમાન ૩૪ં સે. થી. ૪૪ં સે અને લઘુત્‍તમ તાપમાન ૨૬ં સે. થી ૧૦ં સે રહે છે.
  • વરસાદઃ
    આ પરિસરનો મોટા ભાગમાં વરસાદ જૂનથી સપ્‍ટેમ્‍બર દરમ્‍યાન દક્ષિણ પશ્ચીમે ચેકડેમ ચોમાસાને લીધે પડે છે.
  • જંગલોઃ
    આ પરિસરનો જંગલ‍ વિસ્‍તાર લગભગ ૭૮૧૪૧ હેકટર છે.
  • ખેતીલાયક જમીનઃ
    પૂર્ણા પરિસરની માટી ત્રણ ભાગોમાં વહંચી શકાય.
    • લેટેરીટીક
    • ઉંડી કાળી
    • દરિયાઇ કાંપ વાળી
  • ઉધોગોઃ
    આ પરિસરમાં મહત્‍વના ઉધોગો જેવા કે , કાપડ ઉધોગ, ઇંટ અને. તેને લગતા ઉધોગો કવોરી ઉધોગ વગેરે આવેલા છે.
 
 
 
નદી
પૂર્ણા નદી
 
બંધ