Top
નર્મદા, જળસંપત્તિ પાણી પુરવઠા અને કલ્‍પસર વિભાગ home
 
 
 
  અંબિકા બેઝીન 
     
 
અંબિકા બેઝીન
 
     
  અંબિકા પશ્ચીમ દિશા તરફ વહેતી નદીઓ પૈકીની એક મહત્‍વની નદી છે. જેનો સ્‍ત્રાવક્ષેત્ર ગુજરાત અને મહારાષ્‍ટ્રમાં છે. તે મહારાષ્‍ટ્ર રાજયના નાસીક જીલ્‍લાના સુર્ગણા તાલુકાના કોટામ્‍બી ગામ નજીક સાપુતારાના ડુંગરોમાથી નીકળે છે. ૧૩૬ કી.મી જેટલુ અંતર કાપી તે અરબી સમુદ્ર માં ભળે છે.તેની મહત્‍વની ઉપનદીઓ કાપ્રી, વાલણ, કાવેરી, અને ખખેરા છે. અંબિકા નદી પરિસર ઉ.ચ ર૦° ૧૩° થી ર૦° પ૭° વચ્‍ચે અને પૂરે. ૭રં° ૪૮° થી ૭૩° પર વચ્‍ચે આવેલ છે. જેનો સ્‍ત્રાવ ક્ષેત્ર વિસ્‍તાર ર૮૧પ ચો.કી.મી છે. આ પરીસરમાં ગુજરાતના વલસાડ, ડાંગ અને સુરત જીલ્‍લાનો તેમજ મહારાષ્‍ટ્રના નાસીમ જીલ્‍લાના થોડાક ભાગનો સમાવેશ છે.

  • આબોહવા
    આ પરિસરની આબોહવા ઉનાળામા ગરમ અને સામાન્‍ય રીતે દક્ષીણ પશ્ચીમ ચોમાસા સિવાય સુકી હોય છે. મહત્‍તમ અને લઘુત્‍તમ તાપમાન અનુક્રમે ૩૨° સે થી ૪૦° સે. અને ૨૫° સે. થી ૮° સે નોંધાયેલ છે.
  • ઉધોગો
    આ પરિસરમાં ‍સ્‍પીનીંગ, કાપડ, જીનીંગ કેન અને વાંસ કામ , ચામડુ કમાવાના કાગળ પત્‍થર ,કવોરી અને ખાંડ જેવા ઉધોગો વિકાસ પામેલ છે.
  • ખાણ ખનિજઃ
    આ પરિસરમાં ખાણ ખોદાણની કોઇ પ્રવૃતિ ચાલતી નથી.
  • જંગલોઃ
    આ પરિસરનો જંગલ વિસ્‍તાર ૮૭૦૦૬ હેકટર છે.
  • ખેતીલાયક જમીનઃ
    આ પરિસરમાં લેટેરાઇટ માટી, કાળી માટીવાળી અને કાંપ વાળી જમીન ઉપલબ્‍ધ છે.
  • ભૂસ્‍તરશાસ્‍ત્રઃ
    આ પરિસર મુખ્‍યત્‍વે બે ભાગમાં વહેંચી શાકાય તેમ છે. (૧) સાપુતારા ડુંગરો વાળો પૂર્વિય ભાગ, કે જે ૧૦૫૦ મી. થી ૧૦૦.મી જેટલી ઉચાઇ ધરાવે છે. (ર) સહયાદ્રીના પર્વતો વાળો પશ્ચીમ તરફનો ભાગ કે જે ૧૦૦. મી કરતા ઓછી ઉંચાઇ ધરાવે છે.
 
 
 
નદી
અંબિકા નદી
 
બંધ
જુજ જળાશય યોજના
કેલીયા જળાશય યોજના