Top
નર્મદા, જળસંપત્તિ પાણી પુરવઠા અને કલ્‍પસર વિભાગ home
 
 
 
  દમણગંગા બેઝીન
     
 
દમણગંગા બેઝીન
 
     
  દમણગંગા નદી મહારાષ્‍ટ્ર રાજયના નાસિક જીલ્‍લાના પેઇન્‍ટ તાલુકાના વાલવેરી ગામે સહયાદ્રિ પર્વતોની હારમાળમાંથી નકળે છે. તે ૧૩૧.૩૦ કી.મી વહી દમણ ખાતે અરબી સમુદ્રને મળે છે. દમણગંગા તેની ઉપનદીઓ સહિત મહારાષ્‍ટ્રના પર્વતીય વિસ્‍તારો, ગુજરાત અને કેન્‍દ્રશાસીત દાદરા અને જગર હવેલી અને દમણમાં થઇ વહે છે. દમણગંગા નદીની દાવણ, શ્રીમંત , વાલ, રાયેટી, લેન્‍ડી, વાઘ, સાકરટોન્‍ડ , રોશની દૂધની, પીપેરીયા ઉપનદીઓ છે.
આ પરિસર ઉ.અ. ૧૯° ૫૧° થી ૨૦° ૨૮° અને પૂ.રે ૭૨° પ૦° થી ૭૩° ૩૮° વચ્‍ચે આવેલ છે. તેનો કુલ સ્‍ત્રાવ ક્ષેત્ર ૨૩૧૮ ચો.કી.મી છે. સ્‍ત્રાવક્ષેત્રનુ વિભાજન નીચના પત્રક મુજબ છે.

ડેટા ટેબલ છે. દમણગંગા નદીની દાવણ, શ્રીમંત , વાલ, રાયેટી, લેન
અ.નું જીલ્‍લા/રાજયનુ નામ સ્‍ત્રાવક્ષેત્ર(ચો.કી. મી) ટકા(કુલ સ્‍ત્રાવક્ષેત્રની સાપેક્ષ)
નાસિક/મહારાષ્‍ટ્ર ૧૪૦૮ ૬૦.૭૪
વલસાડ/ગુજરાત ૪૯૫ ૨૧.૩૬
દાદરાનગર હવેલી અને દમણ (કેન્‍દ્રશાસીત પ્રદેશ) ૪૧૫ ૧૭.૯૦


  • આબોહવા
    સમગ્ર દમણગંગા પરિસર પશ્ચીમ ઘાટ પરિસરમાં આવે છે. તે પશ્ચીમે અરબી સમુદ્ર અને પુર્વમા સહિયાદ્રી પર્વતોથી ઘેરાયેલ છે. તેની આબોહવા જૂન થી સપ્‍ટેમ્‍બરના દક્ષિ‍ણ પશ્ચીમ ચોમાસા સિવાય સામાન્‍ય રીતે સુકી અને ગરમ હવા રહે છે.
  • વરસાદઃ
    આ પરિસરમાં દ‍ક્ષિ‍ણ પશ્ચીમ ચોમાસુ જૂન થી સપ્‍ટેમ્‍બર દરમ્‍યાન હોય છે. અને તેનો સરેરાશ વાર્ષિ‍ક વરસાદ ૨૨૦૦ મી.મી. હોય છે.
  • જંગલોઃ
    આ પરિસરનો જંગલ વિસ્‍તાર ૯૬૨૨૨ હેકટર છે.
  • ખેતીલાયક જમીનઃ
    દમણગંગા પરિસરની માટી ચાર ભાગમાં વહેંચી શકાય.
    • લાલાશ પડતી બદામી
    • કાંકરાવાળી છીછરી માટી
    • ઉંડી કાળી માટી
    • દરિયાઇ કાંપ વાળી માટી
  • ઉધોગોઃ
    તેના ઉપરવાસમાં એકપણ ઔધોગિક એકમ નથી. નીચવાસના વિસ્‍તારમાં ૫૧૦૫ જેટલા નાના અને મધ્‍યમ કક્ષાના ઉધોગો કાર્યરત છે.
  • ખાણ-ખનિજઃ
    નદી તળમાથી પત્‍થરો કાઢી ભરડીને મેટલ-કપચી-ગ્રીટ બનાવવા સિવાય અન્‍ય કોઇ ખાણ-ખોદાણ પ્રવૃતિ ચાલતી નથી.
  • શહેરો/ નગરોઃ
    આ પરિસરનો ઉપરવાસનો વિસ્‍તાર પર્વતીય / જંગલી છે. અને સળગ લંબાઇમાં કોઇ મોટા શહેરો નથી. સેલવાસા , તાપી, અને દમણ જેવા નાના નગરો આવેલા છે.
 
 
 
નદી
દમણગંગા નદી
 
બંધ
દમણગંગા જળાશય યોજના