Top
નર્મદા, જળસંપત્તિ પાણી પુરવઠા અને કલ્‍પસર વિભાગ home
 
 
 
  મરછુ બેઝીન
     
 
મરછુ બેઝીન
 
     
  સુરેન્‍દ્રનગર જીલ્‍લાના ચોટીલા તાલુકાના ખોખારા ગામ નજીક જસદણની પર્વતમાળાઓ માથી સમુદ્રની સપાટીથી ૨૨૦ મી.ઉંચાઇએથી મચ્‍છુ નદી નીકળે છે. જે ગુજરાત રાજયની સૌરાષ્‍ટ્ર વિસ્‍તાર પૈકીની એક ઉત્‍તર તરફ વહેતી નદી છે. મચ્‍છુ પરિસર ઉ.અ ૨૨° ૧૦° થી ઉ.અ ૨૩° ૧૦° અને પૂ.રે ૭૦° ૪૦° થી ૭૧° ૧૫° વચ્‍ચે આવેલ છે. તે રાજકોટ જીલ્‍લાના માંડવા, સુરેન્‍દ્રનગર જીલ્‍લાના ચોટીલા અને જસદણ સરદારની પર્વતમાળાઓ માંથી નીકળે છે. તે સુરેન્‍દ્રનગર અને રાજકોટ જીલ્‍લાની સરહદે ઉત્‍તર-પશ્ચીમ દિશામાં બેટી ગામ સુધી વહયા પછી મહદઅંશે રાજકોટ જીલ્‍લામાં ઉત્‍તર તરફ વહી આખરે માળિયા નજીક કચ્‍છના નાના રણમાં અદ્રશ્‍ય થઇ જાય છે.મચ્‍છુ નદી તેની ઉપનદીઓ સહિત ૫૨ ટકા જેટલા પર્વતિય અને ૪૮ ટકા સમતલ પ્રદેશ માંથી વહે છે. તે રાજકોટ જીલ્‍લાના માળિયા, મોરબી, વાંકાનેર,જસદણ, અને રાજકોટ તાલુકાઓ તથા સુરેન્‍દ્રનગર જીલ્‍લાના ચોટીલા તાલુકાને ફળદ્રુપ બનાવે છે. તેનો સ્‍ત્રાવક્ષેત્ર ૨૫૧૫ ચો.કી.મી. છે. જે પૈકી નો ૭૫ ટકાથી વધારે ભાગ રાજકોટ જીલ્‍લામાં છે. જીલ્‍લાવાર સ્‍ત્રાવક્ષેત્રનું વિભાજન નીચે મુજબ છે.

અ.નું જીલ્‍લા/રાજયનુ નામ સ્‍ત્રાવક્ષેત્ર(ચો.કી. મી) ટકા(કુલ સ્‍ત્રાવક્ષેત્રની સાપેક્ષ)
રાજકોટ ૧૯૨૪ ૭૬.૫૧
સુરેન્‍દ્રનગર ૫૯૧ ૨૩.૪૯
કુલ ૨૫૧૫ ૧૦૦.૦૦

આ ઉત્‍તર તરફ વહેતી નદીની તેના મુખથી કચ્‍છના નાના રણને મળે ત્‍યાં સુધીની કુલ લંબાઇ ૧૪૧.૭૫ કી.મી છે. આ નદીને બંન્‍ને કાંઠે જુદી જુદી નદીઓ મળે છે. તેને મળતી છ મુખ્‍ય ઉપનદીઓ કે જેઓની લંબાઇ ૨૫ કી.મી કરતાં વધુ છે. તે પૈકીની ચાર ઉપનદીઓ જેવી કે જાંબુરી, બેનીયા, મચ્‍છોરી અને મહા જમણે કાંઠે મળે છે. અને બાકીની બે ઉપનદીઓ જેવી કે બેટી અને અસોઇ ડાબે કાંઠે મળે છે. મચ્‍છુ ની સ્‍ત્રાવ સંરચના ડાબા કાંઠાની સરખામણીએ જમણા કાંઠે વધુ વિસ્‍તૃત છે.
બેટી, અસોઇ, વચ્‍છોરી અને મહા ચાર મહત્‍વની ઉપનદીઓ સંયુકત પણે મચ્‍છુ ના કુલ સ્‍ત્રાવ ક્ષેત્ર ૪૨.૫૨ ટકા વિસ્‍તાર ધરાવે છે મહા કે જે મુખ્‍ય ઉપનદી છે., તે સુરેન્‍દ્રનગર જીલ્‍લાના ચોટીલા તાલુકાના રામપુરા ગામેથી નીકળી ઉત્‍તર-પશ્ચીમ દિશામાં વહી સુરેન્‍દ્રનગર અને રાજકોટ જીલ્‍લાઓને ફળદ્રુપ્‍ બનાવી પંચાઇસા ગામથી ૧.૬ કી.મી. નીચવાસમાં મચ્‍છુ મુખ્‍ય નદીને મળે છે. મચ્‍છોરી બીની મહત્‍વની ઉપનદી ચોટલા તાલુકામાંથી નીકળી, ઉત્‍તર દિશામાં વહી રાજકોટ જીલ્‍લાના વાંકાનેરથી ૮.૫ કી.મી નીચવાસમાં મુખ્‍ય પ્રવાહમાં ભળે છે. અબોઇ ઉપનદી વાંકાનેર તાલુકાના વણજારા ગામના ડુંગરાળ વિસ્‍તારમાંથી નીકળી, ઉત્‍તર દિશામાં વહી દેરાલી ગામે ઉપરવાસમાં મળે છે.

  • આબોહવાઃ
    મચ્‍છુ પરિસરનો સરેરાશ વરસાદ ૫૩૩.૫ મી.મી. છે. દક્ષ્‍િાણ – પશ્ચીમ ચોમાસુ જૂનના મધ્‍મમાં બેસે છે. અને ઓકટોબરના પ્રથમ સપ્‍તાહમાં પુરુ થાય છે. કુલ વરસાદના ૯૦ ટકા જેટલો વરસાદ જુલાઇ-ઓગષ્‍ટ માં પડે છે. સ્‍થળ રૂપરેખાની લાક્ષણિકતાઓને લીધે ત્‍યાંની આબોહવા પરિવર્તનીય છે. શિયાળામાં તાપમાન ૬° થી ૧૬° સે અને ઉનાળામાં ૩૨° થી ૩૪° સે રહે છે.
 
 
 
નદી
મચ્‍છુ નદી
બેટી નદી
બેનીયા નદી
મચ્છોરી નદી
મહા નદી
અઘોઈ નદી
 
બંધ
મચ્છુ-૧ જળાશય યોજના
મચ્છુ-૨ જળાશય યોજના