|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
ગુજરાત રાજયના મહેસાણા જીલ્લાના ખેરાલુ તાલુકાની તારંગા પર્વત માળાઓ માથી સમુદ્રની સપાટીથી ૧૮૦ મી.ની ઉંચાઇએ થી રૂપેણ નદી નીકળે છે. તે દક્ષ્િાણ પશ્ચીમ દિશામાં વહી મહેસાણા જીલ્લામા થઇ કચ્છ ના રણને મળે છે. રૂપેણ પરિસર એ ગુજરાતની ઉત્તરીય પરિસર છે. તે ઉ.અ ૨૩° ૨૫° થી ૨૪° ૦૦° અને પૂ.રે ૭૧° ૩૦° થી ૭૨° ૪૬° ની વચ્ચે આવેલ છે. તેની બે ઉપનદીઓ પુષ્પાવતી અને ખારી જમણા કાંઠે મળી તેના મુખ્ય પ્રવાહમા ભળે છે. તેના ડાબા કાંઠે પણ અન્ય એક ખારી ઉપ નદી મળે છે.તેથી જમણા કાંઠાનો આવરો ડાબા કાંઠાની સરખામણીએ વધુ છે.
પુષ્પાવતી અને ખારી રૂપેણ નદીની બે મહત્વની ઉપનદીઓ છે.જેનો સંયુકત આવરો કુલ સ્ત્રાવક્ષેત્રના ૨૪.૬ ટકા જેટલો છે. પુષ્પાવતી એ રૂપેણની મુખ્ય ઉપનદીઓ છે. જે ગુજરાત રાજયના મહેસાણા જીલ્લાના ખેરાલુ તાલુકાના બાલદ ગામેથી સમુદ્ર સપાટીથી ૧૮૩ મી. ઉચાઇએથી નીકળે છે. પુષ્પાવતી રૂપેણ નદીને છાપાવાડ ગામની ઉપરવાસમા મળે છે.
- આબોહવા
દક્ષિણ પશ્ચીમ ચોમાસુ જૂનના અંતીમ સ૫તાહમાં બેસે છે. અથવા શરૂ થાય છે. અને સપ્ટેમ્બરના અંતમાં પુરુ થાય છે સ્થળ રૂપરેખાઓની લાક્ષણિકતાને કારણે આબોહવા પરિવર્તનીય રહે છે. તાપમાન શિયાળામાં ૧૦° સે. થી ૧૫° સે અને ઉનાળામાં ૪૦° સે થી ૫૦° સે રહે છે.
|
|
|
|
|
|
|
|