Top
નર્મદા, જળસંપત્તિ પાણી પુરવઠા અને કલ્‍પસર વિભાગ home
 
 
પૂર દરમ્યાનની કામગીરીઓ
 
ફલડ મેમોરન્ડમ / અપાત્કાલીન પરિસ્થિતિ આયોજન

જળસંપત્તિ વિભાગ દર વર્ષે જૂન મહિનામાં પૂર દરમ્યાનની કામગીરી માટેના માર્ગદર્શક સૂચનો, જુદા જુદા પૂર આગાહી મથકોની યાદી, વરસાદ અને નદીના પાણી માપક મથકો અને બચાવ કામગીરી માટે જવાબદાર અધિકારીઓ તેમજ સંસ્થાચઓ અને તેમના ફોન નંબરો, જુદા જુદા તબક્કે પૂરની અસર વગેરે ધરાવતી પૂર યાદી (ફલડ મેમોરેન્ડરમ) તૈયાર કરે છે. સંબંધિત અધિકારીઓ તેમજ જીલ્લા પ્રશાસન પાસેથી અગાઉના ચોમાસામાં થયેલ અનુભવના આધારે કોઈ સૂચનો ફલડ મેમોરન્ડમ માં સામેલ કરવાના થતા હોય તો તે મંગાવવામાં આવે છે. અને તેને સામેલ કરી ફલડ મેમોરન્ડમ બહાર પાડવામાં આવે છે.
 
ફલડ મેમોરેન્ડમ ડાઉનલોડ ફાઇલ

નિયંત્રણ કક્ષ/ બંધ સ્થળના નિયંત્રણ કક્ષ(ફલડ સેલ)
૧૫ જૂનથી ૧૫ ઓકટોબર સુધી સંપર્ક માટે ૧3 પ્રાદેશિક પૂરનિયંત્રણ કક્ષ (અમદાવાદ, ભાવનગર, વલસાડ, હિમ્મતનગર, ભુજ, નડિયાદ, ગોધરા, રાજકોટ(૩), મહેસાણા, ઉકાઇ, વડોદરા મુકામે) અને એક કેન્દ્રિય પૂરનિયંત્રણ કક્ષ ગાંધીનગર ખાતે ૨૪ x ૭ કાર્યકરત કરવામાં આવે છે. આ તમામ પુર નિયંત્રણ કક્ષમાં કોમ્પ્યુટર, ફોન અને ફેક્ષની સગવડો ઉપલબ્ધ કરાવવામાં આવે છે. ગાંધીનગર પૂરનિયંત્રણ કક્ષ દરરોજ જળસ્તધર, બંધમાંથી છોડાયેલું પાણી, સંગ્રહ સ્થિનતિ અને તે અંગેની ચેતવણીનો ડેટા સંકલિત કરે છે અને તમામ સંબંધિતોને પરિપત્રિત કરે છે. સ્થાનિક પૂરનિયંત્રણ કક્ષ અને મધ્યસ્થ પૂરનિયંત્રણ કક્ષના અધિકારીઓ જીલ્લા વહીવટી તંત્ર અને અન્યને આવનાર પૂર અંગે, બંધના જળસ્તર અંગે અને તેમાંથી છોડવામાં આવનાર પાણી અને તે અંગેની ચેતવણીઓ બાબતે માહિતગાર કરે છે.

રાજ્યના તમામ બંધ સ્થળોએ જળસપાટીનું વ્યવસ્થાપન
ફલડ મેમોરેન્ડમ માં વિસ્તૃત સૂચનાઓ આપવામાં આવેલ છે. પ્રત્યેક જળાશયના રુલ લેવલ નિશ્ચિત કરવામાં આવેલ છે. બંધની સલામતી જોખમમાં ન હોય તે પરિસ્થિતિમાં આ સપાટીને ચુસ્તપણે અનુસરવાની રહે છે.
રોજ સવારે ૮ વાગ્યે તમામ બંધસ્થળોએથી વિગતો એકત્ર કરી ૧૦.૩૦ વાગ્યે તમામ સંબંધિતોને અહેવાલ પરિપત્રિત કરવામાં આવે છે. આ તમામ વિગતો એટલા ટૂંકા સમયમાં એકત્રિત કરવાનું ભગીરથ કાર્ય તે માટે વિભાગે ઇન હાઉસ વિકસાવેલ સોફ્ટવેર તથા એસએમએસ દ્વારા પર પાડવામાં આવે છે. આમ છતાં, કોઈ કચાશ ન રહે તે માટે ફોનથી પણ વિગતો સરખાવવામાં આવે છે.
પૂરના સમયે, જળાશયમાં સમાવી શકાય તેટલો પાણીનો જથ્થો લક્ષમાં લઈને રુલ સપાટી જાળવવા દરવાજાવાળા બંધોમાંથી પાણી છોડવાનું રહે છે.

સંચાર વ્યવસ્થા
સમગ્ર રાજ્યમાં કુલ ૩૩૦ વાયરલેસ પુર ચેતવણી મથકો (૨૯૮ રાજ્ય સરકારના અને ૩૨ કેન્દ્રીય જળ યોગના) ૧૫ મી જુનથી કાર્યરત હોય છે.
દમણગંગા, તાપી, મહી, નર્મદા જેવી આંતરરાજય નદીઓની બાબતમાં જે તે ફલડ સેલના અધિકારીઓ મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં તેમના જેવી જ કામગીરી કરતાં અધિકારીઓ સાથે તેમજ કેન્દ્રિ ય જળ આયોગ સાથે સતત સંપર્કમાં રહે છે, જેથી આગોતરાં પગલાં લઇ શકાય. ચોમાસું બેસતા પૂર્વે મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાનના મુખ્ય ઇજનેરો તેમજ કેન્દ્રીય જળ યોગના અધિકારીઓ સાથે એક સંકલન બેઠક પણ યોજવામાં આવે છે અને તેમના ઘનિષ્ઠ સંકલનમાં ચોમાસા દરમ્યાન કામગીરી હાથ ધરવામાં આવે છે.
કોઈ પણ બંધમાંથી પાણી છોડતા પહેલા જીલ્લા વહીવટી તંત્રને જાણ કરવામાં આવે છે.
તમામ મોટા બંધો ઉપર હોટ લાઈન સુવિધા ઉપલબ્ધ છે. આ બંધો માટે સેટેલાઈટ ફોન મેળવવામાં આવી રહેલ છે. બંધ સ્થળે તેમજ ઝોનલ પુરનિયંત્રણ કક્ષનું સંચાલન કરતા અધિકારીઓને મોબિલ ફોન આપવામાં આવે છે.

પાણી ઉલેચવા માટેના પમ્પો વિષે
૫૦ હોર્સ પાવરના ૧૦ ટ્રક ઉપર બેસાડેલ પમ્પો તેના સંચાલન માટે જરૂરી માણસો, પાઇપ લાઈન વગેરે સાથે તૈય્યાર રાખવામાં આવે છે. આ સાધનોને અગલા વર્ષોના અનુભવને આધારે રાજ્યભરમાં અગત્યના સ્થળોએ મુકવામાં આવે છે જેથી ટૂંકા સમય ગાળામાં જરુરતવાળી જગ્યા ઓએ પહોચી જાય.