|
|
નહેર સુધારણા |
|
ભૂતકાળમાં બાંધવામાં આવેલ પરિયોજનાઓની નહેર પધ્ધતિના સંપુર્ણ નવિનીકરણની જરૂર છે, જેથી છેવાડાના વપરાશકર્તાને લાભ મળે તે રીતે સક્ષમ પધ્ધતિથી ચાલી શકે. આ પદ્ધતિ ૩૩,૦૦૦ કી.મી. લાંબી છે અને ફકત ૭૩૫૯ કી.મી.ની લંબાઇમાં સેન્ડથવીચ પ્રકારની ઇંટના અથવા કોન્ક્રી ટના અસ્ત રકામ થયેલાં છે. બાકીની લંબાઇમાં અસ્ત રકામ થયું નથી જેનાથી વારંવાર કાંપને દૂર કરવાની જરૂર પડે છે. નહેરના ભાગોને પુનઃવિભાજિત કરવાની જરૂર છે, જેથી નિકાલ કરવાની કામગીરી ક્ષમતાપૂર્વક થઇ શકે.
સરકારે દરેક પરિયોજનાની નહેર પદ્ધતિના માપદંડ નક્કી કરવાની વ્યા પક કવાયત હાથ ધરી હતી. પાકની પદ્ધતિ તેમજ જમીન વપરાશ પધ્ધતિમાં સુધારાના પરિપ્રેક્ષ્યોમાં સિંચાઇની સંભાવનાઓના પુર્નમૂલ્યાંકનને પણ હાથ ધરવામાં આવ્યું હતું. પાંચ વર્ષના સમયગાળામાં રાજયની સમગ્ર નહેર પદ્ધતિના નવિનીકરણ, વિતરણ અને પુનઃરચનાને પૂર્ણ કરવાનું વિચારાયંજ છે. દરેક પરિયોજના માટે દર વર્ષે સાથોસાથ વોટર ઓડિટીંગ પણ હાથ ધરવામાં આવશે. નીચેના કામગીરી સૂચકાંકોની સમીક્ષા કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. |
|
- પાણીના પ્રત્યેક એકમ દીઠ પિયત જમીનના હેકટર
- પાણીના પ્રત્યેક એકમ દીઠ પાકની ઉપજ
- પાણીના પ્રત્યેક એકમ દીઠ સંચાલન અને નિભાવ ખર્ચ
- પાણીના પ્રત્યેક એકમ દીઠ સિંચાઇ આકારણી અને વસૂલાત
|
ઉપરોકત દરેક પરિયોજના માટે કવાયતના પરિણામો તૈયાર કરવામાં આવેલ છે અને તેના આધારે જરૂરી સુધારાત્મસક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહેલ છે. |
|
|
|
|
|
|
|
|