પાણી પુરવઠા  વિભાગ (નર્મદા, જળ સંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ)
 
ગુજરાત વોટર ઇન્ફ્રાસ્ટ્ર્કચર લિમીટેડ

સ્થાપના: કમ્પની એક્ટ ૧૯૫૬ હેઠળ તા-૨૫/૧૦/૧૯૯૯

મુખ્ય કામગીરી

  • નર્મદા માસ્ટર પ્લાન મુજબ નર્મદા કેનાલ આઘારીત બલ્ક વોટર ટ્રાન્સમીશન પાઇપલાઇન પ્રોજેકટનુ અમલીજકરણ કરવાની કામગીરી
  • સરોવર નર્મદા નિગમ લી. તથા અન્ય સંસ્થા પાસેથી મંજુર થયેલ ભાવે પાણી ખરીદ કરી પાણી પુરવઠા બોર્ડ, શહેરી વિસ્તારો, મહાનગર પાલિકાના વિસ્તારોને, તથા શેક્ષણિક સંસ્થાઓને તથા ઉઘોગોને ઔઘોગિક એકમોને રો વોટર વિતરણ કરવાની કામગીરી
  • વિવિઘ બલ્ક પાઇપલાઇન તથા પંપીંગ મશીનરીનુ વ્યવસ્થાપન, મરામત તથા નિભાવણી તેમજ રીપેરીંગની કામગીરી

ગુજરાત વોટર ઇન્ફ્રાસ્ટ્રકચર લીમીટેડ ધ્વારા અત્યાર સુઘી કરવામા આવેલ કામગીરી

  • નર્મદા ટ્રીબ્‍યુનલ એવોર્ડ મુજબ નર્મદા યોજનામાંથી કુલ ૧.૦૬ MAF (૩૫૮૦ એમ.એલ.ડી) પાણી પીવા તથા ઔધોગિક વપરાશ માટે ફાળવવામાં આવેલ છે.નર્મદા નહેર આધારીત પાણી પુરવઠા યોજનાનો માસ્‍ટર પ્‍લાન તૈયાર કરવામાં આવેલ હતો. GWIL દ્વારા રાજ્યમાં સરદાર સરોવર નર્મદા યોજના આધારીત પીવાનું પાણી સૌરાષ્‍ટ્ર અને કચ્‍છ વિસ્‍તારમાં પુરૂ પાડવા માટે બલ્‍ક પાઇપલાઇન પ્રોજેકટ હાથ ધરવામાં આવેલ છે. પીવાના પાણીના આયોજન માટે નર્મદા માસ્‍ટર પ્‍લાન મુજબ પાઇપલાઇનના નેટવર્ક મુજબ કામગીરી કરી ૧૨૦૦૦ થી વધારે ગામડાઓ તથા શહેરી વિસ્તારોને પુરતુ પાણી પુરૂ પાડવામાં આવી રહેલ છે.
  • પાણી પુરવઠા વિભાગ દ્વારા નર્મદા માસ્‍ટર પ્‍લાન હેઠળ મંજુર થયેલ રાજ્ય વ્‍યાપી પાણી પુરવઠા ગ્રીડ માટે ૩૦૦૦ કિ.મી થી વધારે લંબાઇની બલ્ક પાઇપલાઇન નાંખવામાં આવેલ છે. તથા ૪૦ પંપીગ સ્ટેશનો બનાવવામા આવેલ છે. તથા દરરોજ સરેરાશ ૧૬૦૦ એમ.એલ.ડી પાણી પુરૂ પાડવામાં આવી રહેલ છે.
 
અગત્યની લિન્કો
હોમ
વહીવટી માળખું