પાણી પુરવઠા વિભાગ (નર્મદા, જળ સંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ)
 
ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્‍યવસ્‍થા બોર્ડ

ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્‍યવસ્‍થા બોર્ડ ની રચના ગુજરાત રાજ્ય સરકારશ્રી દ્વારા રાજ્યમાં પેય જળ અને સ્‍વચ્‍છતાની સેવાઓના વિકાસ, નિયમન અને નિયંત્રણ માટે કરવામાં આવેલ છે. બોર્ડના કાર્યક્ષેત્રમાં શહેરો તથા લશ્‍કરી છાવણી (કેન્‍ટોનમેન્‍ટ) જેવા વિસ્‍તારોને બાદ કરતાં સમગ્ર રાજ્યનો સમાવેશ થાય છે. (શહેરી વિસ્‍તારોને લગતી આવી કામગીરી બોર્ડ દ્વારા શહેરી વિકાસ વિભાગ વતી કરવામાં આવે છે) બોર્ડની કામગીરીમાં મુખ્‍યત્‍વે ગ્રામ્‍ય પાણી પુરવઠાની સેવાઓ ઉભી કરવા તથા એક કરતાં વધુ ગામોને આવરી લેતી ગ્રામ્ય જૂથ પાણી પુરવઠા યોજનાઓના અમલીકરણ અને સંચાલન અંગેની છે. આ વિસ્‍તારોમાં બોર્ડની મુખ્‍ય કામગીરીમાં પેયજળ માટેની પાણી પુરવઠા યોજનાઓ ના આયોજન, અમલીકરણ, અને તેમાં નાણાંકિય સહાય સમાવિષ્‍ટ છે. ગ્રામ્‍ય પાણી પુરવઠા યોજનાઓમાં નાના ગામો/પરાઓ માટે હેન્‍ડપંપ બેસાડવા, મીની પાઇપ યોજનાઓ કરવી તેમજ ગામોની પાઇપલાઇન ધરાવતી વ્‍યક્તિગત પાણી પુરવઠા યોજનાઓ તથા ઘણા ગામોને આવરી લેતી મોટી જૂથ પાણી પુરવઠા યોજનાઓનો સમાવેશ થાય છે.

બોર્ડની ફરજો અને કાર્યોઃ સને ૧૯૭૯ના ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્‍યવસ્‍થા બોર્ડ એકટ, ક્રમાંક ૧૮ થી બોર્ડની ફરજો અને કાર્યો નીચે જણાવ્‍યા મુજબ નિર્ધારીત કરાયેલ છેઃ

 • પાણી પુરવઠા અને ભૂગર્ભ ગટર વ્‍યવસ્‍થા તેમજ ગંદા પાણીના આખરી નિકાલ માટેની યોજનાઓ તૈયાર કરવી, તેનું અમલીકરણ કરવું, પ્રોત્સાહિત કરવી તેમજ તે અંગે નાણાંકિય સહાય કરવી.
 • પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા અંગે સરકારશ્રી, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને તેમજ વિનંતી અન્વયે ખાનગી સંસ્થાઓ અને વ્યક્તિઓને આનુષાંગિક સેવાઓ પુરી પાડવી.
 • રાજ્ય સરકારશ્રીના માર્ગદર્શન મુજબ પાણી પુરવઠા અને ગટર તેમજ ભૂગર્ભ ગટર માટે રાજ્યવ્યાપી રૂપરેખાનું આયોજન તૈયાર કરવું.
 • બોર્ડની પાણી પુરવઠા અને ભૂગર્ભ ગટરની સેવાઓ હેઠળ આવરી લેવાયેલ વિસ્તારો તેમજ બોર્ડ સાથે કરારથી જોડાયેલ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓના વિસ્તારો માટે પાણી પુરવઠા અને ભૂગર્ભ ગટર યોજનાઓ દરો અને વેરાઓ અંગે સમિક્ષા તથા સલાહ આપવી.
 • માલસામાનની જરૂરીયાતોની આકારણી, ખરીદી તેમજ ઉપયોગ કરવો
 • પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા અંગેની સેવાઓના રાજ્યના ધોરણો નિર્ધારીત કરવા.
 • બોર્ડની દરેક યોજનાઓ તેમજ કરારથી જોડાયેલ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની આવી દરેક યોજનાઓની તાંત્રીક, નાણાંકિય, આર્થિક તેમજ અન્ય પરિમાણોની વાર્ષિક સમિક્ષા કરવી.
 • રાજ્યમાંની દરેક યોજનાઓના તાંત્રીક , નાણાંકિય, આર્થિક તેમજ અન્ય સંબંધિત પાસાઓની
 • સમિક્ષા અને મૂલવણી માટેની વ્યવસ્થા ઉભી કરી જાળવવી
 • રાજ્ય સરકારશ્રી દ્વારા જયારે અને જો સૂચવાય તેવી બોલીઓ અને શરતોએ, તેવા સમયગાળા માટે કોઇ પણ પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થાની યોજનાનું સંચાલન અને મરામત/જાળવણી કરવી.
 • રાજ્યની પાણી પુરવઠા અને ભૂગર્ભ ગટર અંગેની સેવાઓને અનુરૂપ માનવ સંસાધન અને તાલીમની આકારણી કરવી
 • બોર્ડના કાર્ય અને ફરજોની કાર્યક્ષમ નિભાવણી માટે લાગુ પડતુ સંશોધન કરવું.
 • વખતોવખત રાજ્ય સરકારશ્રી દ્વારા સૂચવવામાં આવે તે મુજબ, ગુજરાત જાહેર આરોગ્‍ય ઇજનેરી સેવાઓ હેઠળ આવતાં હોય તે પૈકીના કાર્યો કરવા અને ફરજો અદા કરવી.
 • આ અધિનિયમ હેઠળની અન્‍ય જોગવાઇઓ મુજબ અથવા રાજ્ય સરકારશ્રી દ્વારા બોર્ડને સોંપવામાં આવે તેવા કાર્યો કરવા અને ફરજો અદા કરવી.

 
અગત્યની લિન્કો
હોમ
વહીવટી માળખું